Not Set/ મીડિયા પર ઉતાર્યો શમીની પત્નીએ ગુસ્સો, તોડી નાખ્યો પત્રકારનો વિડીયો કેમેરો

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો હોવાની વાત કહી હતી.  ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મહોમ્મદ શમી અને તેના પરિવાર વિરુદ્ધ હસીન જહાંએ FIR દાખલ કરી છે. મંગળવારે કલકત્તામાં જયારે હસીન જહાં પત્રકારો સાથે ગેરવર્તન કર્યું હતું. હસીન […]

Sports
Mohammed Shami wife Hasin Jagan મીડિયા પર ઉતાર્યો શમીની પત્નીએ ગુસ્સો, તોડી નાખ્યો પત્રકારનો વિડીયો કેમેરો

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો હોવાની વાત કહી હતી.  ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મહોમ્મદ શમી અને તેના પરિવાર વિરુદ્ધ હસીન જહાંએ FIR દાખલ કરી છે. મંગળવારે કલકત્તામાં જયારે હસીન જહાં પત્રકારો સાથે ગેરવર્તન કર્યું હતું.

હસીન જહાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, જો શમી સંબંધો સુધારવા માગે છે તો હું વિચારશ પરંતુ જો હું સમાધાન કરવાની વાત કરું તો હું ગુનેગાર સાબિત થઈ જઈશ. લોકોને લાગશે કે, મેં શમી પર જે આક્ષેપ કર્યા છે તે ખોટા હતા.

શમીના આરોપ પર હસીન જહાંએ કહ્યું કે, શમીએ કોઈ વાતનો સરખો જવાબ નહોતો આપ્યો. તે દરેક બાબત પર ગોળ-ગોળ જવાબ આપી રહ્યો છે. હોળીની તસવીર અંગે હસીને કહ્યું કે, શમી તે વખતે ખુબ જ ડરી ગયો હતો કારણે કે તેનો મોબાઇલ ફોન મારી પાસે આવી ગયો હતો.

shami 2 મીડિયા પર ઉતાર્યો શમીની પત્નીએ ગુસ્સો, તોડી નાખ્યો પત્રકારનો વિડીયો કેમેરો

કોલકાતામાં સેંટ. સ્ટેફેન સ્કૂલમાં પહોંચેલી હસીન જહાં પાસે જયારે મીડિયા પત્રકાર પહોચ્યા તો તે તેમણે બૂમો પાડીને કેહવા લાગી હતી. આ દરમિયાન હસીને એક વિડીયો કેમેરો પણ તોડી નાખ્યો હતો.

shami 1 મીડિયા પર ઉતાર્યો શમીની પત્નીએ ગુસ્સો, તોડી નાખ્યો પત્રકારનો વિડીયો કેમેરો

એક બાજુ હસીન જહાંએ કોલકાતાના જાદવપૂર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે, આ FIRમાં શમીની માતા, બહેન, ભાઈ અને ભાભીના નામ પણ સામેલ છે.

કલકત્તાના પોલીસ સ્ટેશનમાં શમી અને તેના પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાના કલમ, 498A, 323 (ગંભીર ઈજા), 307 (હત્યાનો પ્રયાસ), 376 (બળાત્કાર),506,328 અને 34 મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં શમીના પરિવાર વિરુદ્ધ ક્રૂર રીતે વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.