Not Set/ રાહુલ ગાંધીનો પીએમ મોદી પર મોટો હુમલો, બતાવો કેવી રીતે થયું PNB ફ્રોડ ટ્રાન્જેકશન?

મુંબઈ સ્તિથ પંજાબ નેશનલ બેંક બ્રાંચમાં કુલ 11,400 કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. આ ફોર્ડ ટ્રાન્જેકશનના મામલે ગુરુવારે એક મોટી કાર્યવાહી કરવામાં પણ આવી હતી. હવે આ મામલો રાજનીતિમાં ગરમાવા લાગ્યો છે. આ મામલે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે અલગ અલગ મંત્રી આવીને આ મામલાની સફાઈ આપી […]

Top Stories
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર મોટો હુમલો, બતાવો કેવી રીતે થયું PNB ફ્રોડ ટ્રાન્જેકશન?

મુંબઈ સ્તિથ પંજાબ નેશનલ બેંક બ્રાંચમાં કુલ 11,400 કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. આ ફોર્ડ ટ્રાન્જેકશનના મામલે ગુરુવારે એક મોટી કાર્યવાહી કરવામાં પણ આવી હતી. હવે આ મામલો રાજનીતિમાં ગરમાવા લાગ્યો છે. આ મામલે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે અલગ અલગ મંત્રી આવીને આ મામલાની સફાઈ આપી રહ્યાં છે. પરંતુ હજુસુંધી પીએમ મોદી આ મામલે એક શબ્દ પણ નથી બોલ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી કહે કે નિરવ મોદીએ બેંકની સીસ્ટમમાં ગોટાળો કરીને 22 હજાર કરોડ રૂપિયા પડાવી લીધા છે તેનો જિમ્મેદાર કોણ છે.

કોંગ્રેસે કહ્યું છે કે આ મામલા પર પીએમ મોદીને બોલવું જ પડશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવીને કહેવું પડશે કે આ ફ્રોડ કેમ અને  શા માટે કરવામાં આવ્યો? હવે દેશને બતાવવું પડશે કે આ બધા પૈસા કેવી રીતે આવશે.

પંજાબ નેશનલ બેંકના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી સમેત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજા અન્ય બે લોકોમાં એક બેંકનો કર્મચારી મનોજ ખરાટ અને નિરવ મોદીના એક કર્મચારી હેમંત ભટ્ટ પણ છે. આ ત્રણેય લોકોને આજ શનિવારના રોજ સિબિઆઇની સ્પેશીયલ કોર્ટમાં હાજર કરવામાં આવશે. સીબીઆઈએ પંજાબ નેશનલ બેંકના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીને 14 દિવસ સુંધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.