Not Set/ મારી હત્યા કરવાની આ સાજીશ હતી, હાઇકોર્ટના જજ કરે સમગ્ર ઘટનાની તપાસ – સ્વામી અગ્નિવેશ

ઝારખંડના પાકુડ જિલ્લામાં સ્વામી અગ્નિવેશની એક સભા હતી, જ્યાં તેમના પર બીજેપી યુવા મોરચા ના કાર્યકર્તાઓએ હલ્લો બોલાવીને હુમલો કર્યો હતો અને એમના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ એમને રાંચી લઇ જવામાં આવ્યા હતા. ત્યાં સ્વામી અગ્નિવેશે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ આખી મારી હત્યા કરવાની સાજીશ હતી. મારા પર જીવલેણ […]

Top Stories India
aa678b8e 89a6 11e8 82c5 1329a5e665e9 મારી હત્યા કરવાની આ સાજીશ હતી, હાઇકોર્ટના જજ કરે સમગ્ર ઘટનાની તપાસ – સ્વામી અગ્નિવેશ

ઝારખંડના પાકુડ જિલ્લામાં સ્વામી અગ્નિવેશની એક સભા હતી, જ્યાં તેમના પર બીજેપી યુવા મોરચા ના કાર્યકર્તાઓએ હલ્લો બોલાવીને હુમલો કર્યો હતો અને એમના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ એમને રાંચી લઇ જવામાં આવ્યા હતા. ત્યાં સ્વામી અગ્નિવેશે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ આખી મારી હત્યા કરવાની સાજીશ હતી. મારા પર જીવલેણ હુમલો થયો આમાં મારી હત્યા પણ થઇ શકતી હતી. આ ઘટના પરથી સાબિત થાય છે કે, મારા જીવને જોખમ છે

swamiagnivesh 759 e1531915050662 મારી હત્યા કરવાની આ સાજીશ હતી, હાઇકોર્ટના જજ કરે સમગ્ર ઘટનાની તપાસ – સ્વામી અગ્નિવેશ

સ્વામી અગ્નિવેશે પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા છે. એમણે કહ્યું હતું કે, આરોપીઓને પકડયાના થોડાક જ સમયમાં છોડી દેવામાં આવ્યા હતા, આ બધું નાટક લાગે છે. સ્વામી અગ્નિવેશે આ આખી ઘટનાની તપાસ રાંચી હાઇકોર્ટના રિટાયર્ડ અથવા વર્તમાન જજ કરે એવી પણ માંગ કરી છે. તેમણે રાંચીમાં એવું પણ કહ્યું કે ડીઆઈજી દ્વારા અપાયેલા તપાસના આદેશ પણ ખોટા અને પોકળ લાગી રહ્યા છે. આ એક કાવતરું હતું મારી હત્યા કરવાનો પ્રયત્ન હતો. જેમાં મારું મૃત્યુ પણ થઇ શકે એમ હતું.

swami agnivesh attacked 1 e1531915076764 મારી હત્યા કરવાની આ સાજીશ હતી, હાઇકોર્ટના જજ કરે સમગ્ર ઘટનાની તપાસ – સ્વામી અગ્નિવેશ

આ આખી ઘટનામાં પોલીસે છ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. નગરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. પાકુડના એસપીએ આરોપીઓને પકડવાના આદેશ આપ્યા છે. હાલ રાંચીમાં અગ્નિવેશ રાજ્ય સરકારની સુરક્ષા હેઠળ છે.

એસપી શૈલેન્દ્ર પ્રસાદનું કહેવું છે કે સ્વામી અગ્નિવેશના કાર્યક્રમને લઈને જિલ્લા પ્રશાસન કે જિલ્લા પોલીસ કોઈ પણને કોઈ સુચના મળી ન હતી. હાલમા તપાસ ચાલી રહી છે, આરોપીઓની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.