Not Set/ યુજીસીના સ્થાને મોદી સરકાર લાવશે નવી સંસ્થા: હાયર એજ્યુકેશન કમીશન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારને હવે એક વર્ષ જ બાકી રહ્યું છે. આ એક વર્ષના સમયમાં સરકાર બને તેટલું વધારે કામ કરવા માંગે છે. મોદી સરકારે યુપીએ સરકારની વિવધ પોલીસીના નામ બાદલવાની પોલીસી અંતર્ગત એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે યુજીસીનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એક ડ્રાફ્ટ […]

Top Stories India
kcl india 030613 021 photo 4 sent to edu યુજીસીના સ્થાને મોદી સરકાર લાવશે નવી સંસ્થા: હાયર એજ્યુકેશન કમીશન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારને હવે એક વર્ષ જ બાકી રહ્યું છે. આ એક વર્ષના સમયમાં સરકાર બને તેટલું વધારે કામ કરવા માંગે છે. મોદી સરકારે યુપીએ સરકારની વિવધ પોલીસીના નામ બાદલવાની પોલીસી અંતર્ગત એક મહત્વનો નિર્ણય લીધો છે.

સરકારે યુજીસીનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જે મુજબ લગભગ 60 વર્ષથી કાર્યરત યુનીવર્સીટી ગ્રાન્ટ કમીશનની જગ્યાએ હાયર એજ્યુકેશન કમીશનની રચના કરવામાં આવશે.

27 1445945565 ugc યુજીસીના સ્થાને મોદી સરકાર લાવશે નવી સંસ્થા: હાયર એજ્યુકેશન કમીશન

મંત્રાલયના જણાવ્યા મુજબ આ વિશેની જાણકારી ખુબ ઝડપથી લોકો સામે મુકવામાં આવશે. અને 7 જુલાઈ સુધીમાં એક ડ્રાફ્ટ બીલ તૈયાર કરીને લોકોનો અભિપ્રાય લેવામાં આવશે. આ સાથે એવું પણ જણાવાયું છે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશનને પણ હાયર એજ્યુકેશન કમીશનમાં વિલીન કરી દેવામાં આવશે.

સરકરે દાવો કર્યો છે કે આ નવી સંસ્થા દ્વારા દેશમાં એજ્યુકેશન સંસ્થાઓને વધારે છૂટ મળશે. સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં વિદેશી રોકાણની પણ સંભાવનાઓ જોવામાં આવી રહી છે.

12career ashoka university યુજીસીના સ્થાને મોદી સરકાર લાવશે નવી સંસ્થા: હાયર એજ્યુકેશન કમીશન

શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરે શિક્ષણવિદો, હિતેચ્છુઓ તેમજ સામાન્ય લોકોને અપીલ કરતા કહ્યું કે તેઓ આ ડ્રાફ્ટ અંગે મંત્રાલયની વેબસાઈટ પર પોતાનું મંતવ્ય આપે.

હાલમાં યુજીસી ફક્ત બોગસ સંસ્થાઓના નામ જાહેર કરી શકે છે. પરંતુ એમની સામે કોઈ પગલા લઈ શક્તિ નથી. આ નવા ડ્રાફ્ટ પ્રમાણે કમીશન પાસે બોગસ સંસ્થાઓ વિરુદ્ધ પગલા લેવા તેમજ બંધ કરાવવાની સત્તા હશે.

સરકાર આ ડ્રાફ્ટને ચોમાસું સત્રમાં સંસદમાં રજુ કરી શકે છે.