Not Set/ ઓલિમ્પિક ચેમ્પિયન ઉસૈન બોલ્ટ કરશે ફૂટબોલના મેદાનમાં પ્રવેશ

જમૈકાના નિવૃત્ત દોડવીર ઉસૈન બોલ્ટ હવે ફુટબોલના મેદાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તે આવતીકાલે સ્પર્ધાત્મક ફુટબોલની શરુઆત કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન બોલ્ટે જણાવ્યુ કે, તે પોતાની ફિટનેસના કારણે થોડો નર્વસ છે. બોલ્ટને ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ કોસ્ટ મારીનર્સ તરફથી એક એમેચર ટીમ સામે 10 થી 15 મિનિટ સુધી મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. […]

Top Stories Sports
Usain Bolt Facts Featured Image ઓલિમ્પિક ચેમ્પિયન ઉસૈન બોલ્ટ કરશે ફૂટબોલના મેદાનમાં પ્રવેશ

જમૈકાના નિવૃત્ત દોડવીર ઉસૈન બોલ્ટ હવે ફુટબોલના મેદાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તે આવતીકાલે સ્પર્ધાત્મક ફુટબોલની શરુઆત કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન બોલ્ટે જણાવ્યુ કે, તે પોતાની ફિટનેસના કારણે થોડો નર્વસ છે. બોલ્ટને ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ કોસ્ટ મારીનર્સ તરફથી એક એમેચર ટીમ સામે 10 થી 15 મિનિટ સુધી મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે.

bolt1 e1535637142361 ઓલિમ્પિક ચેમ્પિયન ઉસૈન બોલ્ટ કરશે ફૂટબોલના મેદાનમાં પ્રવેશ

બોલ્ટ ફુટબોલ રમવા માટે પ્રોફેશનલ ફુટબોલર બનવાના પ્રયત્નમાં લાગ્યો છે. શુક્રવારે રમાનાર મેચને લઈ તેના પ્રશંસકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચનુ ટીવી પર સીધુ પ્રસારણ પણ કરવામાં આવનાર છે અને તેને જોવા માટે સેન્ટ્રલ કોસ્ટ સ્ટેડિયમમાં 10 હજારથી વધુ દર્શકો પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

એ સ્વાભાવિક છે કે આવતીકાલની મેચમાં તમામની નજર આઠ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન રહી ચુકેલ ઉસૈન બોલ્ટ પર રહેશે. બોલ્ટે આ મેચ પહેલા જણાવ્યુ કે, નિશ્ચિત રીતે થોડી ગભરામણ થઈ રહી છે, કારણકે હું ફિટનેસને લઈને નર્વસ છું. હું ફુટબોલમાં પોતાનુ કરીયર બનાવવા માંગુ છું. મને ખબર છે કે થોડી ભૂલો થશે પરંતુ મને સારુ પ્રદર્શન કરવાની પણ આશા છે.