Not Set/ Video: સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ વીડિયો જીતી રહ્યો છે લોકોના દિલ, જાણો શું છે કારણ

નવી દિલ્હી, દેશમાં આજકાલ વિશ્વબંધુતા અને સર્વ ધર્મ સમ ભાવની વાત કરવામાં આવતી હોય છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે, જે ધાર્મિક સમાનતા દ્વારા ઘણા લોકોનું દિલ જીતી રહ્યો છે. સોશિયલ સાઈટ્સ ફેસબુક અને ટ્વીટર પર એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે, જેમાં એક મુસ્લિમ વ્યક્તિ  નમાજ અદા કરતો જોવા મળી રહ્યો […]

India Trending Videos
namaj Video: સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ વીડિયો જીતી રહ્યો છે લોકોના દિલ, જાણો શું છે કારણ

નવી દિલ્હી,

દેશમાં આજકાલ વિશ્વબંધુતા અને સર્વ ધર્મ સમ ભાવની વાત કરવામાં આવતી હોય છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે, જે ધાર્મિક સમાનતા દ્વારા ઘણા લોકોનું દિલ જીતી રહ્યો છે.

સોશિયલ સાઈટ્સ ફેસબુક અને ટ્વીટર પર એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે, જેમાં એક મુસ્લિમ વ્યક્તિ  નમાજ અદા કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વ્યક્તિ નમાજ મસ્જિદમાં નહિ પણ ગુરુદ્વારામાં અદા કરી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુરુદ્વારામાં જયારે ગુરુબાની યોજાઈ રહી હતી, ત્યારે તમામ મુસ્લિમ વ્યક્તિઓ નમાજ અદા કરી રહ્યા હતા. આ વીડિયો ગુરુદ્વારામાં ઉપસ્થિત એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો.

આ વીડિયોમાં શેર કરી રહેલા લોકોને લખ્યું છે કે, ગુરુદ્વારાના અધિકારીઓએ આ વ્યક્તિને શીખોના ધર્મસ્થળ પર નમાજ અદા કરવા માટે રોક્યો ન હતો.

દુનિયાભરમાં ગુરુદ્વારાના સબંધિત માહિતી પોસ્ટ કરનારા ફેસબુક પેજ Sikh Inside દ્વારા પણ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પેજ પર લખવામાં આવ્યું છે કે, આ મલેશિયાનો ગુરુદ્વારા સાહિબ બરચમ છે.

Sikh Insideનાજણાવ્યા મુજબ, સંભવિત, આ વ્યક્તિને નમાજ અદા કરવા માટે કોઈ મસ્જિદ નહિ મળી હોય, જેથી તેઓ ગુરુદ્વારામાં પહોચ્યા હતા. આ વીડિયોમાં નમાજ અદા કર્યાં બાદ તેને ગુરુદ્વારાની બહાર જતા પણ જોઈ શકાય નહિ.