Not Set/ દેશમાં આ જગ્યાએ બનશે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા ઉંચી ભગવાન રામની મૂર્તિ

લખનઉ, ગુજરાતના કેવડિયા ખાતે બનાવામાં આવેલી સરદાર પટેલની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા બાદ જાણે દેશભરમાં મૂર્તિઓ બનાવવાનો નવો દોર જામ્યો હોય તે જોવા મળી રહ્યું છે. આ જ પ્રકારે હવે દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશના અયોધ્યામાં દેશની સૌથી મોટી ભગવાન રામની મૂર્તિ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રાજ્યની યીગી આદિત્યનાથ સરકાર દ્વારા […]

Top Stories India Trending
lord ram highest statue in ayodhya દેશમાં આ જગ્યાએ બનશે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા ઉંચી ભગવાન રામની મૂર્તિ

લખનઉ,

ગુજરાતના કેવડિયા ખાતે બનાવામાં આવેલી સરદાર પટેલની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા બાદ જાણે દેશભરમાં મૂર્તિઓ બનાવવાનો નવો દોર જામ્યો હોય તે જોવા મળી રહ્યું છે.

આ જ પ્રકારે હવે દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશના અયોધ્યામાં દેશની સૌથી મોટી ભગવાન રામની મૂર્તિ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રાજ્યની યીગી આદિત્યનાથ સરકાર દ્વારા ભગવાન રામની મૂર્તિની એક તસ્વીર જાહેર કરી છે.

DszRFQpW0AA6A37 દેશમાં આ જગ્યાએ બનશે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા ઉંચી ભગવાન રામની મૂર્તિ
NATIONAL-yogi-adityanath-government-statue of unity tallset ayodhya-ram-murti-statue

અયોધ્યામાં નિર્માણ થનારી આ પ્રતિમાને લઇ CM યોગીએ એક બેઠક યોજી હતી અને જેમાં દેશની સૌથી મોટી મૂર્તિ બનાવવાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

DszRFQmWoAAzje3 દેશમાં આ જગ્યાએ બનશે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા ઉંચી ભગવાન રામની મૂર્તિ
NATIONAL-yogi-adityanath-government-statue of unity tallset ayodhya-ram-murti-statue

ભગવાન રામની મૂર્તિની ઉંચાઈ ૧૫૧ મીટર છે. પરંતુ આ મૂર્તિ ઉપર ૨૦ મીટર ઉંચો છત્ર અને ૫૦ મીટરનો આધાર બેસ બનાવવામાં આવશે. આ સાથે જ મૂર્તિની કુલ ઉંચાઈ ૨૨૧ મીટર થઇ જશે.

આ પ્રતિમાના બેસની અંદર જ ભવ્ય મ્યુઝિયમ પણ હશે, જેમાં અયોધ્યાનો ઈતિહાસ, રામજન્મભૂમિનો ઈતિહાસ, ભગવાન વિષ્ણુના તમામ અવતારોની જાણકારી આપવામાં આવશે.