Not Set/ PM મોદીની તસ્વીરો જડેલી 4 કિલોની પાઘડી મચાવશે નવરાત્રીમાં ધૂમ, જુઓ ફોટો

અમદાવાદ, નવરાત્રીને લઇને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ ઉત્સુકતા પણ એટલી જ જોવા મળી રહી છે.નવરાત્રીને લઈને જોરશોરથી તૈયારીઓને હેપી એન્ડિંગ અપાયુ છે અને ખેલૈયાઓ પોતાના સાજ-શણગાર પાછળ હજારોનો ખર્ચો કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે અમદાવાદના એક ખેલૈયાએ તૈયાર કરાવી છે 32000 રૂપિયાની પાઘડી. શહેરના એ.જે.ગ્રુપ દ્વારા એક અનોખી પાઘડી તૈયાર […]

Ahmedabad Gujarat
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 3 PM મોદીની તસ્વીરો જડેલી 4 કિલોની પાઘડી મચાવશે નવરાત્રીમાં ધૂમ, જુઓ ફોટો

અમદાવાદ,

નવરાત્રીને લઇને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ ઉત્સુકતા પણ એટલી જ જોવા મળી રહી છે.નવરાત્રીને લઈને જોરશોરથી તૈયારીઓને હેપી એન્ડિંગ અપાયુ છે અને ખેલૈયાઓ પોતાના સાજ-શણગાર પાછળ હજારોનો ખર્ચો કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે અમદાવાદના એક ખેલૈયાએ તૈયાર કરાવી છે 32000 રૂપિયાની પાઘડી.

AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 4 PM મોદીની તસ્વીરો જડેલી 4 કિલોની પાઘડી મચાવશે નવરાત્રીમાં ધૂમ, જુઓ ફોટો

શહેરના એ.જે.ગ્રુપ દ્વારા એક અનોખી પાઘડી તૈયાર કરવામાં આવી છે.દર વર્ષે આ ગ્રુપ અલગ-અલગ થીમ પર પાઘડી બનાવે છે.આ વર્ષે પણ આ  ગ્રુપ દ્વારા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ફાયર સેફટીની થીમ પર પાઘડી બનાવી છે. ગત વર્ષે ગ્રુપ ઘ્વારા હેરિટેજ અમદાવાદની થીમ પર પાઘડી તૈયાર કરવામાં આવી હતી.

AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 2 PM મોદીની તસ્વીરો જડેલી 4 કિલોની પાઘડી મચાવશે નવરાત્રીમાં ધૂમ, જુઓ ફોટો

કચ્છી ભરતકામમાં નવરાત્રિના કોસ્ચ્યુમ તૈયાર કરવામાં આવ્યા છે.ખાસ કરીને પાઘડીની વાત કરવામાં આવે તો આ પાઘડીમા નરેન્દ્ર મોદીના પ્રધાન મંત્રી બન્યા બાદ અત્યાર સુધીના તમામ પાઘડી વારા ફોટાનો સમાવેશ કરવામાં આવ્યો છે સાથેજ ફાયર સેફ્ટિનેં પણ સમાવી લેવામાં આવ્યું છે.આ પાઘડીનું વજન ચાર કિલો છે.પાઘડી બનાવવા પાછળ લગભગ 32 હજાર જેટલો ખર્ચ થયો છે.

ખેલૈયાઓ નવરાત્રી સ્ટેપની સાથે સાથે પોતાના આઉટફીટ પણ અવનવી રીતે તૈયાર કરતા હોય છે.ત્યારે આ ગ્રુપના ખેલૈયાઓએ કચ્છીવર્ક અને સેમીકચ્છી વર્કમાં તૈયાર કરેલા કોસ્ચ્યુમ 32000 થી લઈને 45000 સુધીના તૈયાર કરવામાં આવ્યા છે.ખેલૈયાઓ કાઉન્ટ ડાઉનના સમયને વેડફ્યા વગર પૂરજોશમાં તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે અને અત્યારથી જ શહેરમાં ખેલૈયાઓમાં નવરાત્રિનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.