ગુજરાત/ કોંગ્રેસમાં નવું જ્ઞાતિ સમીકરણ : PKT

ગુજરાતમાં ચૂંટણીના પડધમ શરૂ થઈ ગયા છે. રાજકીય પક્ષો પોત-પોતાની રીતે સોગઠા ગોઠવવામાં વ્યસ્ત થઈ ગયા છે. જ્ઞાતિ, સમાજ, ધર્મિક સ્થળોથી લઈને મામલો છેક ભજનમંડળીઓની યાદી તૈયાર કરવા સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસમાં PKTની ધરી ધરી રચાઇ રહી છે.

Gujarat Mantavya Exclusive Others
PKT

@પ્રફુલ્લ ત્રિવેદી 

ગુજરાતની 2022ની ચૂંટણી નજીક દેખાતા જ ભાજપ, કોંગ્રેસ, આપ પોત-પોતાના પાસા ગોઠવવા માંડ્યા છે, ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના છે, તે હવાએ બે દિવસથી જોર પડક્યું છે. બીજી તરફ સૌરાષ્ટના બે કોળી નેતા કુંવરજી બાવળિયા અને પુરૂષોત્તમ સોલંકી ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ તરફ મીટ માંડી રહ્યા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. કોંગ્રેસે પહેલાથી જ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની પસંદગી કરી છે, હવે જો આ અહેવાલો સાચા પડે તો કોંગ્રેસમાં PKT-પાટીદાર-કોળી-ઠાકોરનું મતલક્ષી નવું સમીકરણ રચશે તેવું ચિત્ર ઊભું થયું છે.

જો કે, નરેશભાઈ ફૂંકી ફૂંકીને આગળ ચાલી રહ્યા છે. હજુ મગનું નામ મરી પાડતા નથી, ભાજપનું તેમના ઉપર દબાણ હોવાની ચર્ચાએ પણ રાજકીય ગલિયારામાં જોર પકડ્યું છે. જો તેઓ ઊભી થયેલી હવા અનુસાર કોંગ્રેસમાં જશે તો ઘણા બધા રાજકીય સમીકરણો બદલાઈ જશે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિનાના ટૂંકાગાળામાં જ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ આવવાના છે. ભાજપે 150 બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જો નરેશભાઇ કોંગ્રેસમાં જાય તો આ ટાર્ગેટને પહોંચી વળવાનું મુશ્કેલ બનશે. પડકારને પહોંચી વળવા વધુ સજ્જતા કેળવવી પડશે.

ભાજપના કેટલાં ધારાસભ્યો કપાશે?

ભાજપના વર્તમાન ધારાસભ્યોમાંથી 50 ટકાના નામો પર કાતર ફરવાની શક્યતા છે. 60 કે 65 વર્ષ થઈ ગયા હોય, બીમાર રહેતા હોય, વિવાદાસ્પદ કામગીરી હોય, ત્રણટર્મથી વધુ ચૂંટાયા હોય તેમની ટિકિટો કપાશે તેમ જણાય છે. વર્તમાન સંગઠનના હોદ્દેદારોમાંથી પ્રદિપસિંહ વધેલા સહિત માત્ર બે મહામંત્રીને જ ટિકિટ મળનાર છે. કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનોને કિટીક નહીં આપવાનું પણ નક્કી થનાર છે, પરંતુ જો નરેશ પટેલ કોંગ્રેસમાં જશે તો નો- રિપીટની થીયરીમાં ભાજપને ફેરફાર કરવા પડશે અને ઓછા ધારાસભ્યો કાપશે તેમ મનાય છે. હાલની તમામ બાબતો જો અને તો વચ્ચે અટવાયેલી છે.

આપ કોને નડશે?

‘આપ’ પાર્ટીએ 182 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાનું નક્કી કરાયું છે. શહેરી વિસ્તારમાં આપ ભાજપને અને ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસને નડશે તેમ જણાય છે. જો કે છેડે જતાં તો ફાયદો ભાજપને જ થવાનો છે. કેમ કે ભાજપ વિરોધી મતો આપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ જવાન છે. જો કે આપના થોડા પણ ધારાસભ્યો ચૂંટાશે તો તે સત્તાધારીપક્ષ માટે માથાનો દુખાવો બની જશે, રોજ કૌભાંડો બહાર પાડશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચો : વિધાનસભા ગૃહમાં હોબાળો, નર્મદાની કલ્પસર યોજનાને લઇને કોંગ્રેસ અને ભાજપ આમને સામને

આ પણ વાંચો :  કુંવરજી બાવળિયાનો કોંગ્રેસમાં જોડાવા અંગે ખુલાસો, કહ્યું – હું સંતુષ્ટ….

આ પણ વાંચો : શું કોંગ્રેસના આ દિગ્ગજ નેતા જોડાશે AAPમાં? જાણી શું છે વાસ્તવિકતા

આ પણ વાંચો :ખોડલધામના પ્રવક્તાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને આપ્યું મોટું