ક્રિકેટ/ ભારત સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ફાઇનલ માટે ન્યુઝીલેન્ડની ટીમ જાહેર

ન્યુઝીલેન્ડની ટીમ જાહેર

Sports
team 1 ભારત સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ફાઇનલ માટે ન્યુઝીલેન્ડની ટીમ જાહેર

ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટન ખાતે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ સામે રમાશે,આ ફાઇનલ મેચ માટે ન્યુઝીલેન્ડે  તેની ટીમની જાહેરાત કરી છે.આ ફાઇનલ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત ન્યુઝીલેન્ડે કરી છે , જેમાં કેપ્ટન કેન વિલિયમસન અને વિકેટકીપર બી.જે. વટલિંગના નામ સામેલ  છે. ઇંગ્લેન્ડ સામેની બીજી મેચ પહેલા ઈજાના કારણે બંને બહાર  થઇ ગયા હતા.

ન્યુઝીલેન્ડ માટે સૌથી મોટી રાહત એ છે કે ટીમના બે અનુભવી ખેલાડીઓ આ મેચ રમવા માટે તૈયાર હશે. પ્રથમ વખત આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટની આટલી મોટી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે.  ન્યુઝીલેન્ડના કેપ્ટનને કોણીની ઇજાના કારણે ઇંગ્લેન્ડ સામેની બીજી મેચમાંથી બહાર થવું પડ્યું હતું. અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ રમવા આવનાર વિકેટકીપર વોટલિંગ પણ ઘાયલ થયો હતો.આ બન્ને ફાઇનલ રમવા માટે તૈયાર હશે.

ફાઈનલ મેચ રમવા માટે ન્યુઝીલેન્ડની ટીમ બર્મિંગહામથી સાઉધમ્પ્ટન પહોંચી છે. અહીં પહોંચ્યા બાદ ટીમના કોચ ગેરી સ્ટેડે સુકાની વિલિયમસન અને વિકેટકીપર વોટલિંગને થયેલી ઈજા અંગે અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બન્ને એ આરામ કર્યો છે જેના લીધે ચોક્કસપણે ફાયદો થયો છે. અમે આશા રાખીએ છીએ કે બંને ખેલાડીઓ ફિટ થશે અને ફાઈનલમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.ન્યુઝીલેન્ડની ટીમ આ પ્રમાણે છે.

કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લેન્ડેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડોવૈને કોનવે, કોલિન ડી ગ્રાન્ડહોમ, મેટ હેનરી, કાયલ જેમિસન, ટોમ લેથામ, હેનરી નિકોલ્સ, અજાઝ પટેલ, ટિમ સાઉથી, રોસ ટેલર, નીલ વેગનર, બી.જે. વોટલિંગ, વિલ યંગ