T20 World Cup/ સ્કોટલેન્ડ વિરુદ્ધ મોટી જીતનો અફઘાનિસ્તાનને થયો ફાયદો, પોઇન્ટ ટેબલમાં પહોંચ્યુ ટોપ પર

અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 130 રને હરાવીને પાકિસ્તાન કરતા રન રેટ વધુ સારો બનાવ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ ગ્રુપ 2માં ટોપર બની છે.

Sports
T20 World Cup Point Table

T20 વર્લ્ડકપનાં સુપર 12 રાઉન્ડમાં અત્યાર સુધી 5 મેચ રમાઈ છે. જેમાં શ્રીલંકા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટીમ જીત મેળવવામાં સફળ રહી છે. અફઘાનિસ્તાને સુપર 12નાં ગ્રુપ 2માં સ્કોટલેન્ડ સામે રમાયેલી મેચ જીતીને મહત્વનાં 2 પોઈન્ટ મેળવ્યા છે. અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 130 રને હરાવીને પાકિસ્તાન કરતા રન રેટ વધુ સારો બનાવ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ ગ્રુપ 2માં ટોપર બની છે. તેને 2 પોઈન્ટ મળ્યા અને નેટ રન રેટ 6.500 હોવાન કારણે તે ટીમ ટોપ પર પહોંચી ગઇ છે. પાકિસ્તાનનાં પણ 2 પોઈન્ટ છે પરંતુ નેટ રન રેટ 0.97 છે.

આ પણ વાંચો – OMG! / મંચ પર ભાષણ આપી રહેલા રાજ્પાલને શખ્સે જાહેરમાં માર્યો થપ્પડ, Video

આપને જણાવી દઈએ કે, T20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી જ શરૂ થયો હતો. ટુર્નામેન્ટનાં પ્રારંભિક રાઉન્ડ 22 ઓક્ટોબર સુધી રમાયા હતા જેમાં સ્કોટલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નામિબિયાની ટીમો સુપર 12 રાઉન્ડ માટે ક્વોલિફાઇ થઈ ગઈ છે. હવે ટુર્નામેન્ટનો મહત્વનો રાઉન્ડ રમાઈ રહ્યો છે. T20 વર્લ્ડકપમાં 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે, બીજી તરફ ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, સ્કોટલેન્ડ, નામિબિયા, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે. આવી સ્થિતિમાં, જાણો અત્યાર સુધીની 5 મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ કેવી છે. ગ્રુપ Aમાં ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ મેચ જીતી છે તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશે હારનો સામનો કરવો પડ્યો છે. તમામ ટીમોએ તેમના ગ્રુપમાં 5 મેચ રમવાની છે જેમાં તેણે શક્ય તેટલી વધુ મેચ જીતવી પડશે અને પોઈન્ટ ટેબલમાં ટોપ 2 પર પહોંચવાનો પ્રયાસ કરવો પડશે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સેમિફાઇનલ રમશે.

T20 World Cup Point Table

આ પણ વાંચો – એલિયન્સના ખોલશે રહસ્ય / એલિયન્સના રહસ્ય ખોલી શકે છે દુનિયાનું સૌથી મોટુ ટેલિસ્કોપ,ચીનની ટેકનોલોજી પર નિષ્ણાંતોને ભરોસો

ઈંગ્લેન્ડે ગ્રુપ 1માં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી. વળી શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની પ્રથમ મેચમાં પોતાનો દબદબો કાયમ કરતા શરૂઆતી મેચ જીતી લીધી છે. વળી, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમ તેમની આગામી મેચો જીતીને ટુર્નામેન્ટનાં સુપર 12માં જીતનું ખાતું ખોલવા માંગશે. પાકિસ્તાન સામેની હાર બાદ હવે ભારતીય ટીમે પોતાના ગ્રુપમાં ટોપ-2માં પહોંચવું છે, તો તેણે પોતાની તમામ મેચોમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. ભારતીય ટીમે તેના ગ્રુપમાં હજુ 4 વધુ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 31 ઓક્ટોબરે થશે. ભારતે 2007 T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. હવે જો ટુર્નામેન્ટની આગામી મેચોમાં ભારતીય ટીમનો પરાજય થશે તો ટીમ ઈન્ડિયા માટે આગળની સફર મુશ્કેલ બની શકે છે.