Not Set/ દરેક ચોરની અટક મોદી કેમ હોય છે? માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટમાં હાજર રહેવા હુકમ

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન કરતા કહ્યું હતું કે, દરેક ચોરની અટક મોદી કેમ હોય છે? આ મામલે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.ગુજરાત કૉંગ્રેસના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી પહેલા પણ આ કેસમાં કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે.

Gujarat Surat
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટમાં હાજર રહેવા હુકમ

લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક નિવેદન કરતા કહ્યું હતું કે, દરેક ચોરની અટક મોદી કેમ હોય છે? આ મુદ્દે સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ સંદર્ભે વધુ એક મુદત પડતા રાહુલ ગાંધીને આગામી 29મી ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી દ્વારા કરાયેલા કેસમાં સાક્ષીઓની જુબાની સમાપ્ત થયા બાદ ફરિયાદ પક્ષ દ્વારા કોલાર તાલુકાના ચૂંટણી અધિકારી અને સભાની વીડિયોગ્રાફી કરનારાનું નિવેદન લેવા માટે હાઈકોર્ટમાં માંગણી કરવામાં આવી હતી.

આ દાદના સંદર્ભમાં હાઈકોર્ટે નીચલી કોર્ટમાં વિચારણા માટે જણાવ્યું હતું અને જેના પગલે સ્થાનિક કોર્ટ દ્વારા સાક્ષીઓને બોલાવી નિવેદન લેવામાં આવ્યા હતા અને તેમની સર તપાસ અને ઉલટતપાસ બંને પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. જેના આધારે રાહુલ ગાંધીને 29મી ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ વાગ્યાથી છ વાગ્યા દરમિયાન કોર્ટમાં હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન કરતા કહ્યું હતું કે, દરેક ચોરની અટક મોદી કેમ હોય છે? આ મામલે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.ગુજરાત કૉંગ્રેસના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી પહેલા પણ આ કેસમાં કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરાયો હતો. રાહુલ ગાંધીએ નીરવ મોદી, લલિત મોદી, સહિતના નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.

અન્ય માનહાનિ કેસ

રાહુલ ગાંધી પર અન્ય બે માનહાનિના કેસ પણ થયેલા છે અને તેની કાર્યવાહી ચાલી રહી છે.અમદાવાદમાં ચાલી રહેલા એક કેસમાં રાહુલ ગાંધી પર આરોપ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમણે ખૂનના આરોપી ગણાવ્યા હતા. રાહુલ ગાંધી પર બીજો માનહાનિનો કેસ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅન્ક તથા તેના વડા અને ચૅરમૅન અજય પટેલ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.

કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી તથા કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ મૂક્યો હતો કે નોટબંધી જાહેર થઈ, તેના પાંચ દિવસની અંદર એડીસી બૅન્કમાં રૂ. 745.59 કરોડની જૂની નોટો બદલવામાં આવી હતી. એડીસી બૅન્કે તેની સામેના આરોપોને નકાર્યા હતા અને તમામ વ્યવહારોમાં પારદર્શકતા જાળવવામાં આવી હોવાની વાત કહી હતી.