Not Set/ જમ્મુ કાશ્મીરમાં NIAએ 16 સ્થળો પર પાડ્યા દરોડા,500 સંદિગ્ધની અટકાયત

કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલા IB ના વરિષ્ઠ અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને કડક કાર્યવાહી હાથ ધરી છે

Top Stories
nia જમ્મુ કાશ્મીરમાં NIAએ 16 સ્થળો પર પાડ્યા દરોડા,500 સંદિગ્ધની અટકાયત

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જમ્મુ -કાશ્મીરમાં 16 સ્થળો પર દરોડા પાડ્યા છે. કુલગામ, બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગમાં કાર્યવાહી ચાલી રહી છે. માહિતી અનુસાર આ કાર્યવાહી વોઈસ ઓફ હિન્દ મેગેઝિન સાથે સંબંધિત કેસોમાં કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓએ ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) કમાન્ડર સજ્જાદ ગુલના ઘરે પણ દરોડા પાડ્યા છે. ‘ધ વોઇસ ઓફ હિન્દ’ મેગેઝિન (જેનો ઉદ્દેશ યુવાનોને ઉશ્કેરવા અને કટ્ટરપંથી બનાવવાનો છે) અને આઇડીની પ્રાપ્તિના સંદર્ભમાં જમ્ુ કાશ્મીરના  16 સ્થળોએ કાર્યવાહી ચાલી રહી છે. જેમાં એજાઝ અહમદ ટાક પુત્ર ગુલામ મોહમ્મદ તક, મુદાસીર અહેમદ અહંગર પુત્ર ગુલામ મોહીઉદ્દીન અહંગર, નસીર મંઝૂર મીર પુત્ર મંઝૂર અહેમદ મીર અને જુનેદ હુસેન ખાન પુત્ર મોહમ્મદ હુસેન ખાનને અચબલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, પૂછપરછ ચાલી રહી છે.

 500 થી વધુ શકમંદો ઝડપાયા
આ મહિને કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગને જોતા સુરક્ષા કડક કરવામાં આવી છે. હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડીને 500 થી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલા યુવાનોમાં પથ્થરબાજો, OGW ની શંકાસ્પદ યાદીના યુવાનો અને જમાત-એ-ઇસ્લામી અને તહરીક-એ-હુર્રિયત સાથે સંકળાયેલા કેડરો છે. કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલા IB ના વરિષ્ઠ અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

લઘુમતી વસાહતોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે
લઘુમતીઓની વસાહતોમાં સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા સાથે ખીણના તમામ જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેટલીક ચેકપોઈન્ટ વધારી દેવામાં આવી છે, જ્યાંથી આવનાર દરેકની શોધ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બાદ પોલીસે સમગ્ર ખીણમાં દરોડા પાડીને શકમંદોને ઝડપી લીધા છે. કહેવાય છે કે 70 યુવાનોને શ્રીનગરથી ઝડપી લેવામાં આવ્યા છે. તેમાંના મોટા ભાગના પથ્થરબાજી અને અન્ય ગુનાહિત ઘટનાઓમાં સામેલ હોવાના ઇતિહાસ સાથે શહેરના છે. ગંદરબલથી 45, શોપિયાંમાંથી 40, બડગામમાંથી 30 યુવકોની અટકાયત કરવામાં આવી છે.