અમદાવાદ કોરોના/ અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં નવ કેસઃ રેન્ડમ ટેસ્ટિંગમાં શનિવારે આવ્યા આટલા કેસ

અમદાવાદમાં (Ahmedabad) કોરોનાએ (Corona) ફરીથી દસ્તક દેવા માંડી છે. શનિવારે આરોગ્ય સત્તાવાળાઓ (Health Authorities) દ્વારા કરવામાં આવેલા રેન્ડમ ટેસ્ટિંગમાં ગુજરાતમાં કોરોનાના નવા નવ કેસ સામે આવ્યા હતા, આ નવે નવ કેસ અમદાવાદના હતા

Top Stories Gujarat
Corona testing અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં નવ કેસઃ રેન્ડમ ટેસ્ટિંગમાં શનિવારે આવ્યા આટલા કેસ
  • નવ દર્દીઓ 12000 જેટલાનું રેન્ડમ ટેસ્ટિંગ કર્યુ તેમા પકડાયા
  • પોઝિટિવ દર્દીઓનો ટ્રાવેલ હિસ્ટરી ચેક કરાઈ રહ્યો છે
  • દર્દીઓના સંપર્કમાં આવેલાઓનું પણ ટ્રેસિંગ કરવાનું શરૂ કરાયુ છે

અમદાવાદમાં (Ahmedabad) કોરોનાએ (Corona) ફરીથી દસ્તક દેવા માંડી છે. શનિવારે આરોગ્ય સત્તાવાળાઓ (Health Authorities) દ્વારા કરવામાં આવેલા રેન્ડમ ટેસ્ટિંગમાં ગુજરાતમાં કોરોનાના નવા નવ કેસ સામે આવ્યા હતા, આ નવે નવ કેસ અમદાવાદના હતા. આ બાબત તેનો પુરાવો છે કે ગુજરાતમાં અને તેમા પણ ખાસ કરીને મુખ્ય શહેર અમદાવાદમાં કોરોનાએ દસ્તક દીધી છે. આ કેસની ખબર ટેસ્ટિંગના લીધે પડી, ટેસ્ટિંગ ન થતું હોય તે સંજોગોમાં કોરોનાના કેસ કેટલી સંખ્યામાં હશે તેની તો હજી તો કોઈને ખબર જ નથી.

આગામી સમયમાં તહેવારો છે અને લગનગાળો છે ત્યારે અમદાવાદમાં કોરોના વકરે તેવી સંભાવના આરોગ્ય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. હવે જે લોકો કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા છે તેમને આઇસોલેટ (Isolate) કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ નવે નવ દર્દીઓનો ટ્રાવેલ હિસ્ટરી (Travel history) ચેક કરવામાં આવી રહ્યો છે. તેની સાથે તેમના પહેલા સંપર્કમાં આવનારાઓને ટ્રેક (Track) કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.

આ પહેલા શુક્રવારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3 નવા કેસ સામે આવ્યા હતા. તેના પગલે એક્ટિવ કેસની સંખ્યા 27 થઇ હતી અને ત્રણ દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે.અમદાવાદ શહેરમાં કોરોનાના એક કેસ નોંધાયો છે. જયારે વડોદરા શહેરમાં કોરોનાના બે કેસ જોવા મળ્યા છે.

આ પહેલા ભાવનગર અને અમદાવાદ તથા રાજકોટમાં કોરોનાના નવા વેરિયન્ટના એક-એક દર્દી જોવા મળ્યા હતા. તે બધાનો ટ્રાવેલ હિસ્ટરી વિદેશ પ્રવાસનો હતો. તેઓને આઇસોલેટ થઈ ગયા છે અને તેમને કંડિશન સારી છે.

નોંધનીય છે કે રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તેમને નાતાલ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને કોવિડ નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ રાજ્ય સરકારને જીનોમ સિક્વન્સિંગના પોઝિટિવ સેમ્પલ મોકલવા જણાવ્યું હતું જેથી કરીને કોરોના વેરિયન્ટના નવા પ્રકારોની હાજરી અંગે ચેતવણી આપી શકાય.

જયારે કોરોનાની ગંભીરતા જોતા પીએમ મોદીએ કહ્યું કે મજબૂત દેખરેખની જરૂર છે અને તપાસ વધારવી જોઈએ. તેમણે માસ્ક પહેરવાની સલાહ આપી અને કહ્યું કે કોવિડ હજી સમાપ્ત થયો નથી. પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેખરેખ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે નવા કોવિડ-પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે, જેથી આ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ ત્યાં થઈ શકે અને જો કોરોનાનું નવું વેરિઅન્ટ ડેવલપ થાય, તો તે પરીક્ષણ કરી શકાય છે.

આ પણ વાંચોઃ

સરકારની મંજૂરી/ ભારત સરકારે 120 બેલેસ્ટિક મિસાઈલોની ખરીદીને આપી મંજૂરી,ચીન-પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવાની તૈયારી

Pele/ મહાન ફૂટબોલર પેલેની હાલત નાજુકઃ સતત વણસી રહી છે તબિયત