Not Set/ નિત્યાનંદ આશ્રમ/ માતા-પિતા હાઇકોર્ટનાં શરણે જતા નિત્યાનંદે માધ્યમોને જ આપી દીધી ધમકી

અમદાવાદની ભાગોળે આવેલી DPS સ્કૂલ સંકુલમાં ચાલતા વિવાદીત સ્વામી નિત્યાનંદનાં આશ્રમનો વિવાદ વકર્યો છે. અને માતા-પિતા દ્વારા લાંબી લડત પછી પોતાનાં બે સંતાનો પરત મળ્યા છે. તો બે સંતાનો હજુ પણ સામે આવ્યા નથી અને આશ્રમ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માતા-પિતા વિરૂધ તેમની જ બે દિકરીઓ આક્ષેપ કરતી હોય તેવું પ્રતિતી રૂપ જાહેર કરવામાં આવ્યું […]

Ahmedabad Top Stories Gujarat
nityananda 2 નિત્યાનંદ આશ્રમ/ માતા-પિતા હાઇકોર્ટનાં શરણે જતા નિત્યાનંદે માધ્યમોને જ આપી દીધી ધમકી

અમદાવાદની ભાગોળે આવેલી DPS સ્કૂલ સંકુલમાં ચાલતા વિવાદીત સ્વામી નિત્યાનંદનાં આશ્રમનો વિવાદ વકર્યો છે. અને માતા-પિતા દ્વારા લાંબી લડત પછી પોતાનાં બે સંતાનો પરત મળ્યા છે. તો બે સંતાનો હજુ પણ સામે આવ્યા નથી અને આશ્રમ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માતા-પિતા વિરૂધ તેમની જ બે દિકરીઓ આક્ષેપ કરતી હોય તેવું પ્રતિતી રૂપ જાહેર કરવામાં આવ્યું ચે. જો કે, તપાસ એજન્સીને પણ દાળમાં કંઇક કાળું લાગતા સીટની રચના કરી તપાસ ચલાવવામાં આવી રહી છે અને માતા-પિતા દ્રારા આ મામલે ગુજરાત હાઇકોર્ટનું શરણ લેવામાં આવતા હેબ્યર્સ પીટીશન દાખલ કરવામાં આવી છે.

મામલો કોર્ટે પહોંચતા સ્વામીજી અચાનક જ પ્રગટ થઇ આવ્યા છે, જે આટલા સમયથી અંતરધ્યાન હતા. અને અચાનક જ પોતાની સ્વામીગીરી(દાદાગીરી) કરતા જોવામાં આવી રહ્યા છે. નિત્યાનંદન વિવાદમાં આખરે સ્વામીએ મૌન તોડ્યું છે અને મૌન તોડતાની સાથે જ તેણે મીડિયા પર સીધો હુમલો કરી દીધો છે. નિત્યાનંદને મીડિયાને જોઇ લેવાની ધમકી આપી છે. નિત્યાનંદને કહ્યું છે કે, જો તેના અનુયાઇઓને હેરાન કરાશે, તો તે ચૂપ નહીં રહે. આવો સાંભળીએ કે લંપટ સ્વામીની નિર્લજ્જ ભાષા…

ડંફાસો મારતા નિત્યાનંદે પોતાની ઓરીજ્નાલીટી બતાાવતા માધ્યમોને એક પ્રવચન દરમિયાન જ મંચ પરથી ભાંડ્યા હતા. સ્વામીજી માધ્યમોને જોઇ લેવાની ધમકી આપવા મજબૂર દેખાતા એટલી તો વાત પાકી છે કે રેલો ત્યાં સુધી પહોંચી ગયો છે. આપને જણાવી દઇએ કે, પૂર્વે પણ નિત્યાનંદ પર ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે સાઉથમાંથી ભાગી ગયો હતો. ત્યારે આ વખતે ગુજરાત છે તે સ્વામીજી ને યાદ રહે તેવુ પ્રતિત થઇ રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.