Not Set/ બિન સચિવાલય પરીક્ષા / FSLનો ધડાકો, પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા પેપર….. જાણો શું કહ્યું..?

છેલ્લા કેટલાય દિવસોથી બીન સચીવાલયની પરીક્ષા આપેલા પરીક્ષાર્થીઓ ગાંધીનગર ખાતે ધરણા વિધાનસભા ઘેરાવ જેવા જલદ કાર્યક્રમો સીટની બેઠકમાં FSLનો સમાવેશ,  54 મિનીટ પહેલા વોટ્સએપમાં ફરતુ થયા છેલ્લા કેટલાય દિવસોથી બીન સચીવાલયની પરીક્ષા આપેલા પરીક્ષાર્થીઓ ગાંધીનગર ખાતે ધરણા  કરી ને બેઠા છે. જલદ અને ઉગ્ર આંદોલન પણકર્યા છે. વિધાનસભા ઘેરાવ જેવા જલદ કાર્યક્રમો આપ્યા. પ્રતિક ઉપવાસ […]

Top Stories Gujarat Others
winter 5 બિન સચિવાલય પરીક્ષા / FSLનો ધડાકો, પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા પેપર..... જાણો શું કહ્યું..?

છેલ્લા કેટલાય દિવસોથી બીન સચીવાલયની પરીક્ષા આપેલા પરીક્ષાર્થીઓ ગાંધીનગર ખાતે ધરણા

વિધાનસભા ઘેરાવ જેવા જલદ કાર્યક્રમો

સીટની બેઠકમાં FSLનો સમાવેશ, 

54 મિનીટ પહેલા વોટ્સએપમાં ફરતુ થયા

છેલ્લા કેટલાય દિવસોથી બીન સચીવાલયની પરીક્ષા આપેલા પરીક્ષાર્થીઓ ગાંધીનગર ખાતે ધરણા  કરી ને બેઠા છે. જલદ અને ઉગ્ર આંદોલન પણકર્યા છે. વિધાનસભા ઘેરાવ જેવા જલદ કાર્યક્રમો આપ્યા. પ્રતિક ઉપવાસ કર્યા. પરંતુ આ પરીક્ષાર્થી પોતાના નિર્ણય પર અડીખમ રહ્યા છે.

રિપોર્ટ મુજબ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ચોરીનાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તેમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. નિષ્ણાતોના મત મુજબ પેપર લીક થયું હોવાના કેટલાક પુરાવા સામે આવ્યા છે. મોબાઈલ ડેટાના પુરાવાની ચકાસણી કરવામાં આવી તેમાં પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે.

FSL રિપોર્ટમાં વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં તથ્ય હોવા જણાવી રહ્યા છે. 17 નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની ભરતીનું પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા વોટ્સએપમાં ફરતુ થયા અંગે વિદ્યાર્થીઓએ આપેલા પુરાવા સાચા હોવાનું એફએસએલએ સ્વીકાર્યું છે. પરીક્ષાર્થી આગેવાનોએ રજૂ કરેલા મોબાઈલમાં 11.06 વાગ્યે પેપર પરીક્ષા રૂમથી બહાર આવ્યાનું સ્પષ્ટ થાય છે. જે સાબિત કરે છે કે ધરણા  પર બેઠેલા પરીક્ષાર્થી સાચા છે. પરંતુ ,  આ પેપર ક્યાંથી આવ્યું અને કેવી રીતે આવ્યું તે તપાસનો વિષય છે.

SITની ટીમ આવતીકાલે મુખ્યમંત્રીને આ રિપોર્ટ સોંપે તેવી સંભાવના છે. રિપોર્ટ મળ્યા પછી જ સીએમ રૂપાણી રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેશે. જોકે બેઠક પછી સીટના વડા કમલ દયાનીએ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે અને માત્ર એટલુ જ જણાવ્યુ છે કે પરીક્ષા સંદર્ભે તપાસ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.