Israel Iran War/ હવે 17 ભારતીય ક્રુ મેમ્બરનો છુટકારો થશે

વિદેશ મંત્રી એસ જયશંકરનો એક કોલ અને તરત એક્શન

World Top Stories
Beginners guide to 2024 04 15T145554.886 1 હવે 17 ભારતીય ક્રુ મેમ્બરનો છુટકારો થશે

World News ; ઈઝરાયલ પર ઈરાનના મિસાઈલ અને ડ્રોન હૂમલા અને બાદમાં મધ્ય પૂર્વમાં પેદા થયેલા માહોલથી સમગ્ર દુનિયામાં અસ્થિરતાની સ્થિતી છે. આ હુમલાએ મિડલ ઈસ્ટમાં તણાવ વધાર્યો છે. ભારતે પણ તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

દરમિયાન ઈરાનના કબજામાં રહેતા ઈઝરાયના જહાજમાં સવાર 17 ભારતીયોની સુરક્ષા માટે સરકારે ચિંતા વ્યક્ત કરી છે. જોકે વિદેશ મંત્રી એસ.જયશંકર દ્વારા આ મુદ્દો ઉઠાવાયા બાદ ઈરાનો કહ્યું છે કે તે ભારતીય અધિકારીઓને ઈઝરાયલના જહાજ એમએસસી એરીજને જપ્ત કર્યા બાદ અટકમાં લેવાયેલા 17 ભારતીય ચાલક દના સભ્યોને મળવાની મંજુરી આપશે.

એસ જયશંકરે હાલમાં જ તેમના ઈરાનના સમકક્ષ હુસૈન અમીર અબ્દુલ્લાહિયન સાથે વાત કરી હતી. જેમાં તેમણે 17 ભારતીય નાગરિકોના છુટકારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે ફોન પર વાતચીત દરમાન ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતી દુશ્મનીને લઈને તણાવથી બચવા, સંયમ રાખવા અને કૂટનિતીના રસ્તા પર પરત ફરવાનું આહ્વાન કર્યું હતું.

તાજેતરમાં જ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે હોર્મુજ સ્ટ્રેટથી પસાર થતા ઈઝરાયલના એક જહાજ એમએસસી એરીજને કબજામાં લીધું હતું. આ જહાજ લંડનનું જોડિયેક મેરીટાઈમ છે જે ઈઝરાયલના અબજપતિ આઈલ ઓફેરના જોડિયેક ગ્રુપનું છે. આ જહાજ યુએઈના એક બંદરેથી રવાના થયું હતું. આ જહાજમાં કુલ 25 જણા સવાર હતા જેમાં 17 ભારતીય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાનનો ઈઝરાયેલ પર 200 ડ્રોન અને મિસાઈલો વડે હુમલો, અમેરિકાએ ઈઝરાયેલને શાંત રહેવા કહ્યું

આ પણ વાંચો:ઈરાન દ્વારા પકડાયેલા 17 ભારતીયો ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ખામેનીની કુખ્યાત સેનાનો બન્યા શિકાર 

આ પણ વાંચો:Israeli ship/ભારત આવી રહ્યું હતું ઈઝરાયલી જહાજ, ઈરાને સમુદ્રની વચ્ચેથી કર્યું કબજે ,બોટમાં 17 ભારતીયો પણ સવાર