Not Set/ હવે અમદાવાદમાં નિયમો તોડતા ચેંતી જજો, પોલીસે ઇ મેમો આપવાનું ફરી શરૂ કર્યું…

અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં એક સમયે ટ્રાફિકભંગનો દંડ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું. તેમજ માસ્કનો દંડ વસૂલવામાં આવતો હતો. હવે શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે શહેરીજનોએ ફરીવાર ટ્રાફિકનો દંડ ભરવો ના પડે માટે વાહન હંકારતા સાવચેતી રાખવી પડશે. શહેર ટ્રાફિક પોલીસે માંડ કોરોના કાળમાં માંડ ધંધા રોજગારની […]

Ahmedabad Gujarat
15 10 33 new project 1 1622447088 હવે અમદાવાદમાં નિયમો તોડતા ચેંતી જજો, પોલીસે ઇ મેમો આપવાનું ફરી શરૂ કર્યું...

અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં એક સમયે ટ્રાફિકભંગનો દંડ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું. તેમજ માસ્કનો દંડ વસૂલવામાં આવતો હતો. હવે શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે શહેરીજનોએ ફરીવાર ટ્રાફિકનો દંડ ભરવો ના પડે માટે વાહન હંકારતા સાવચેતી રાખવી પડશે. શહેર ટ્રાફિક પોલીસે માંડ કોરોના કાળમાં માંડ ધંધા રોજગારની શરુઆત થઈ છે ત્યાં ફરીવાર ઈ-મેમો ફટકારવાનું શરુ કરી દીધું છે. સમગ્ર મે મહિના દરમિયાન 43 હજાર લોકોને ટ્રાફિક પોલીસે સ્ટોપલાઈન ભંગનો ઈ-મેમો મોકલ્યો છે. તે ઉપરાંત રોંગ સાઈડમાં વાહન ચલાવતા 85 લોકો પણ CCTV કેમેરાની ઝપટે આવી ગયાં હતાં

14 55 38 new project 21617081934 1622447345 હવે અમદાવાદમાં નિયમો તોડતા ચેંતી જજો, પોલીસે ઇ મેમો આપવાનું ફરી શરૂ કર્યું...

શહેરમાં છેલ્લા બે મહિનાથી કોરોનાનો હાહાકાર મચી ગયો હતો. હવે છેલ્લા 15 દિવસથી કેસ ઓછા થતાં લોકોમાં ભય પણ ઓછો થયો છે. સરકારે નિયમો પ્રમાણે ધંધા રોજગાર ચાલુ કરવાની મંજુરી આપી છે. સરકારી અને ખાનગી કચેરીઓમાં સંચાર વધી રહ્યો છે તે સાથે જ રસ્તાઓ પર ટ્રાફિક સતત વધવા લાગ્યો છે. કોરોના કાળમાં ધંધા-રોજગારને ઘેરી અસર પહોંચી છે અને ત્રીજી લહેરનો ડર છે. આ દરમિયાન કમાણી કરવા માટે પણ લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળવા માંડ્યા છે. આ સ્થિતિ વચ્ચે ટ્રાફિક નિયમનો ભંગ ન થાય તેની કાળજી વાહનચાલકોએ લેવી જ પડશે.અમદાવાદ ટ્રાફિક પોલીસે ફરી એક વખત ઈ-મેમો આપવાની શરૂઆત કરી દીધી છે. કોરોનામાં પ્રમાણ તબક્કાવાર ઘટતું ચાલ્યું હતું તે સ્થિતિ વચ્ચે મે મહિનામાં જ સ્ટોપલાઈન ભંગના 43 હજારથી વધુ ઈ-મેમો તૈયાર કરવામાં આવ્યાં છે. ટ્રાફિક પોલીસે તા. 2 મેથી 28મી મે દરમિયાન જ 43 હજાર 681 વાહનચાલકોને 2.84 કરોડ રૂપિયાની રકમના ઈ-મેમો લોકોને ઘરે મોકલવાન કામગીરી હાથ ઘરાઈ છે.પહેલી વખત ટ્રાફિક નિયમભંગ કરવા બદલ 500 રૂપિયાનો ઈ-મેમો આવે છે. બીજી વખતથી 1 હજાર રૂપિયાનો ઈ-મેમો ફટકારવામાં આવે છે. ટ્રાફિક પોલીસના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં તો લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃતતા વધે તે માટે સ્ટોપલાઈન ભંગના ઈ-મેમો જ ઈસ્યૂ કરવામાં આવી રહ્યાં છે.

પોલીસ રોન્ગસાઈડમાં આવતાં 85 વાહનચાલકોને 43 હજારની રકમના ઈ-મેમો આપ્યાં છે. હાલમાં અમદાવાદમાં કુલ 27 જંકશન પર ઈ-મેમો ઈસ્યૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો પાસેથી સ્થળ દંડ પણ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે. આવનારાં દિવસોમાં ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે.