Surat/ હવે તાપી કિનારે પણ બનશે રિવરફ્રન્ટ, ડેવલોપમેન્ટ પ્લાનને મળી મંજૂરી

રિવરફ્રન્ટ આમ તો દેશ અને ખાસ કરીને ગુજરાતમાં આ નામ હાલ અજાણ્યું નથી, પરંતુ કહી શકાય કે થોડા વર્ષ પહેલા આ નામ વિશે લોકો કલ્પના જ કરતા, જે યુરોપમાં ગયા હોય

Gujarat Surat
tapi હવે તાપી કિનારે પણ બનશે રિવરફ્રન્ટ, ડેવલોપમેન્ટ પ્લાનને મળી મંજૂરી

રિવરફ્રન્ટ આમ તો દેશ અને ખાસ કરીને ગુજરાતમાં આ નામ હાલ અજાણ્યું નથી, પરંતુ કહી શકાય કે થોડા વર્ષ પહેલા આ નામ વિશે લોકો કલ્પના જ કરતા, જે યુરોપમાં ગયા હોય તે લોકોએ જ જોયું હતું કે રિવરફ્રન્ટ છે શુ અને કહેવાય કોને. ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલનાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં સાબરમતી નદીનાં વિશાળ કિનારે રિવરફ્રન્ટનું સપનુ જોયુ અને તે પોતાની જાતે જ સાકાર પણ કરી બતાવ્યુ.

Sabarmati Riverfront – Sabarmati Riverfront

રિવરફ્રન્ટે જાણ અમદાવાદની કાયા પલટ કરી નાખી અને શહેરે એક નવા જ પ્રકારનાં શણગાર સજ્યા. ફક્ત શણગાર જ નહી રિવરફ્રન્ટથી  અને રિવરફ્રન્ટની સાથે સાથે અનેક વિકાસ પ્રોજેક્ટોએ પણ સમય જતા આકાર લીધો અને આજે ગુજરાત માટે સાબરમતી રિવરફ્રન્ટ એક નજરાણું છે.

Tapti River - Wikipedia

બસ આવા જ વિકાસની નેમ સાથે હવે સુરતીઓ પણ પોતાની જાતને જોડી શકશે, કારણ કે સુરત શહેર મધ્યેથી પસાર થતી તાપી નદીનાં કિનારે પણ રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટને મંજૂરી મળી ગઇ છે. તંત્ર દ્વારા તાપી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે રૂ 1900 કરોડની લોન લેવામાં આવશે. જો કે, તાપી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનો અંદાજીત નિર્માણ ખર્ચ 3904 કરોડનો છે. 3904 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…