મેઘો મુશળધાર વરસ્યો/ આંબલીયા બાલાગામમાં ઘૂસ્યુ ઓઝત નદીનું પાણી, લોકો થયા હેરાન પરેશાન

જૂનાગઢ જિલ્લામાં વરસાદની સિઝનમાં સારો વરસાદ થયો હતો. બાદ વરસાદે જાણે વિદાય લઇ લીધી હતી. દોઢ માસ વરસાદ થયો ન હતો. મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકને પિયત આપવું પડ્યું હતું.

Gujarat Others
Mantavyanews 5 5 આંબલીયા બાલાગામમાં ઘૂસ્યુ ઓઝત નદીનું પાણી, લોકો થયા હેરાન પરેશાન
  • જૂનાગઢઃ ઓઝત નદીના પાણી ઘૂસ્યા માણાવદર પંથકમાં
  • આંબલીયા બાલાગામમાં ઘૂસ્યુ ઓઝત નદીનું પાણી
  • મટીયાણાથી આંબલીયા તથા બાલાગામ જવાનો રસ્તો બંધ
  • મટીયાણાથી આંબલીયા અને બાલાગામ થયું સંપર્ક વિહોણું

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદના પગલે જન જીવન પ્રભાવિત થયુ છે.ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ઓઝત નદીના પાણી માણાવદર પંથકમાં ઘૂસ્યા છે. મટીયાણાથી આંબલીયા અને બાલાગામ સંપર્ક વિહોણું થયું છે.જણાવી દઈએ કે, જૂનાગઢ શહેરમાં સારો વરસાદ પડ્યો હતો. શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જેના કારણે શહરેમાં અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં.

જુનાગઢ શહેર તથા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઈ છે ત્યારે લાંબા વિરામ બાદ તાલુકા જિલ્લા તેમજ શહેરમાં વરસાદ મન મૂકી વરસ્યો છે ત્યારે જુનાગઢ શહેરના ઝાંઝરડા રોડ તરફ જતા ગરનાળામાં ઉપરવાસમાં વધુ વરસાદના કારણે એક સ્કૂલ બસ આ ગરનાળામાં ફસાય હતી તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા ઝાંઝરડા રોડ તરફ જ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા, વિસાવદર, જૂનાગઢ, કેશોદ, વંથલી, ભેંસાણ, માણાવદર તાલુકામાં વરસાદ થયો હતો. સૌથી વધુ વિસાવદરમાં વરસાદ પડ્યો છે.જૂનાગઢ જિલ્લામાં વરસાદ પડતા મગફળી, કપાસ, સોયાબીન સહિતનાં પાકને જીવતદાન મળ્યું છે. ખરા સમયે વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે