આત્મહત્યા/ લ્યો બોલો… નરોડામાં પત્નિનાં ત્રાસથી પતિએ કર્યો આપધાત, આવું સામે આવ્યું કારણ

અમદાવાદનાં નરોડામાં રહેતા યુવકે પત્નીના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું બહાર આવતાં નરોડા પોલીસે પત્ની સામે આત્મહત્યાના દૂષપ્રેરણનો ગુનો નોંધી પત્ની ધરપકડ કરી છે.

Ahmedabad Gujarat
ahd1 1 લ્યો બોલો... નરોડામાં પત્નિનાં ત્રાસથી પતિએ કર્યો આપધાત, આવું સામે આવ્યું કારણ

@ ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

અમદાવાદનાં નરોડામાં રહેતા યુવકે પત્નીના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું બહાર આવતાં નરોડા પોલીસે પત્ની સામે આત્મહત્યાના દૂષપ્રેરણનો ગુનો નોંધી પત્ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં યુવકની પત્ની વતનમાં રહેલી મિલકતનો ભાગ લઈ લેવા અવારનવાર ઝઘડો કરતી હતી. જે વાત લઈને યુવકે ઘરના સાતમા માળે થી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

ગાંધીનગર: અધિકારીના રોફ તો જોયા જ હશે, પરંતુ હવે IAS અધિકારીના શ્વાનોએ પણ જમાવ્યો રૂઆબ

મૂળ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના રહેવાસી અને નવા નરોડામાં દેવનંદન સંકલ્પ સિટીમાં રહેતા શિવકાંત શર્મા પત્ની મોહિની સાથે છેલ્લા એક વર્ષથી રહેતો હતો. શિવકાંત વટવા જીઆઇડીસીમાં નોકરી કરતો હતો. ગત 21 ઓક્ટોબર 2020ના રોજ શિવકાંતે પોતાના ઘરે સાતમા માળેથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જો કે આત્મહત્યા કરી લેવાનું કારણ 5નવેમ્બરના રોજ શિવકાંતના મિત્રે તેના ભાઈને જણાવ્યું હતું કે મકાનનો હપ્તો લેવા તેના ઘરે ગયો હતો. ત્યારે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. શિવકાંતે રસોડામાં જઈ ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢી અને પાણી પીધાં બાદ જમીન પર બોટલ ફેંકી અને રોજ રોજના આ ઝઘડા ખતમ કરી દઉં કહી રસોડાની ગેલેરીમાંથી નીચે ઝંપલાવ્યું હતું.

લગ્નેતર સંબંધ: પ્રેમિકાએ સંબંધ તોડતા પ્રેમીએ અંગત ફોટો કર્યા વાયરલ, 3 બાળકોની માતાએ નોંધાવી FIR

પોલીસ તપાસ કરતા પતિ શિવકાંતનાં આત્મહત્યાની આગલી રાત્રે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. અવારનવાર નાની નાની વાતમાં ઝઘડા થતા હતા. આત્મહત્યાના બે દિવસ પહેલા પણ મોહિનીએ ઝઘડો કર્યો અને બે દિવસથી જમવાનું બનાવ્યું ન હતું. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વતનમાં આવેલી મિલકતમાંથી ભાગ લઈ લેવા કહેતી હતી. જે અવારનવાર જ્યારે શિવકાંત તેના ભાઈને મળતો ત્યારે કહેતો હતો કે મિલકતનો ભાગ લેવા મોહિની અવારનવાર ઝઘડા કરે છે. પત્નીના આવા અવારનવાર માનસિક ત્રાસથી કંટાળી અને પતિએ આત્મહત્યા કરી લેતાં તેના ભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ આરોપી પત્ની મોહિની પરિવાજનો આક્ષેપ કર્યો છે કે ફરિયાદ કરનાર મૃતક ભાઈ દ્વારા ખોટો આરોપ લગાડી હેરાન કરે છે. મિલકતના ભાગ લઈ થતા ઝઘડાની ઘટના આક્ષેપ આરોપીના ભાઈ નકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક શિવકાંત અને આરોપી પત્ની મોહિની વર્ષ 2017માં પ્રેમસંબંધ થતા લગ્ન કર્યા હતા.

Election: સ્થા.સ્વ.ની ચૂંટણીમાં સિનિયર સાથે ક્યાંક પક્ષ દ્વારા, તો કયાંક કાયદા દ્વારા પણ અન્યાય ?

નરોડા પોલીસે આત્મહત્યાના દૂષપ્રેરણનો ગુનો નોંધી પત્ની મોહિની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પરતું ત્રણ વર્ષ ના લગ્ન ગાળા માં કરુણ અંત આવ્યો છે. બન્ને પક્ષ દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે જે મામલે પોલીસે તપાસ કરી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…