Omicron variant/ અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ, દર્દી રાણીપ વિસ્તારનો રહેવાસી

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન વાઇરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ જામનગર, રાજકોટ બાદ અમદાવાદ ખાતે શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
પોઝિટિવ અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ, દર્દી રાણીપ વિસ્તારનો રહેવાસી
  • અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ,
  • દર્દી ઓમિક્રોન સંક્રમિત ન હોવાનો સુપ્રિટેન્ડેન્ટનો દાવો
  • સિવિલમાં શંકાસ્પદ દર્દીને કરાયો દાખલ
  • સેમ્પલ લઈને પુના લેબોરેટરીમાં મોકલાશે
  • શંકાસ્પદ દર્દી રાણીપ વિસ્તારનો રહેવાસી
  • અગાઉ જામનગર, રાજકોટમાં આવ્યા છે શંકાસ્પદ કેસ

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન વાઇરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ જામનગર, રાજકોટ બાદ અમદાવાદ ખાતે શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અમદાવાદનાં રાણીપ  વિસ્તારના એક વ્યક્તિને કોરોના સંક્રમિત થયા બાદ આમદવાદની સિવિલ હોપિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેને ઓમિક્રોન પોઝિટિવ હોવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે આ દર્દીના જીનોમ સિક્વન્સ ટેસ્ટિંગ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.  આ અંગેની માહિતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટએ આપી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કર્ણાટક ખાતે નવા વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસ મળી આવ્યા છે. કર્ણાટકની 66 વર્ષ અને 46 વર્ષની બે વ્યક્તિઓમાં ઓમિક્રોન વાઇરસ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.  જામનગરના મોરકંડા ગામ ખાતે ગતરોજ બુધવારે આફ્રિકાથી આવેલી વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવી હતી. જે ઓમિક્રોન પોઝિટિવ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પીટલમાંથી આ ઓમિક્રોન શંકાસ્પદ વ્યક્તિના નમૂના વધુ તપાસ માટે પૂણેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ આ વ્યક્તિને આઇશોલેશનમા રાખવામા આવી છે

જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોન કેસ નો મામલોમાં દર્દીની સાથે પ્લેનમાં બેઠેલા ૪ મુસાફરોના કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો અનુભવાયો છે. જો કે દર્દીના સંપર્કમાં આવેલા અન્ય ૮૭ કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા તમામ લોકો હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા તમામ લોકો જામનગરના રહેવાસી છે. ૭૨ વર્ષીય દર્દીના સેમ્પલ ગુજરાત બાયોટેક ખાતે પણ તપાસાર્થે મોકલવામાં આવ્યા છે. જ્યારે આજ રોજ શુક્રવારે સવારે પણ રાજકોટ ખાતેથી બે ઓમિક્રોનના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.

Bharuch / કલબફૂટ ડીસીઝનો ઈલાજ શક્ય, ભરૂચમાં 35 બાળકોને મળ્યું નવું જીવન

બનાસકાંઠા / ગુજરાતની સૌથી મોટી ગામપંચાયત, દિયોદરમાં જામ્યો રસાકસી ભર્યો ચૂંટણીનો જંગ

પુસ્તક પરબ / વાંચનપ્રેમી ભરતભાઈએ ગામમાં બનાવી લાઈબ્રેરી

આત્મનિર્ભર / આવો મળીએ એક એવા વિરલાને જે હાથ ગુમાવ્યા બાદ પણ પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે…