Not Set/ વેક્સીન લીધાં બાદ પણ સફાઇ કર્મીને કોરોના, હોસ્પીટલમાં થયું મોત

વેક્સીન લીધાં બાદ પણ સફાઇ કર્મીને કોરોના, હોસ્પીટલમાં થયું મોત

Gujarat Vadodara Trending
corona 36 વેક્સીન લીધાં બાદ પણ સફાઇ કર્મીને કોરોના, હોસ્પીટલમાં થયું મોત

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ ફરી એકવાર ફુંફાળા મારી રહ્યોછે. રાજ્યમાં કોરોના કેસનો દૈનિક આક સતત વધી રહ્યો છે. જયારે બીજી બાજુ રાજ્યમાં રસીકરણ પણ ચાલુ છે. ત્યારે રાજ્યમાં એક અનોખો કેસ સામે આવ્યો છે. વડોદરા ખાતે રસી લીધા બાદ પણ વ્યક્તિને કોરોના થયો છે અને તેનું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  વડોદરામાં પાલિકાનાં વોર્ડ 4 માં ફરજ બજાવતાં  સફાઈ કર્મોમચારીએ કોરોના રસી લીધી હતી. તેમ છતાય તેને કોરોના થયો હતો. અને તેને સારવાર  અર્થે  હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેનું મોત નીપજ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરત ખાતે પણ મનપાના કેટલાક અધિકારીઓને કોરોના રસી લીધા બાદ તેમનો પણ કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. સુરત મનપાના 2 કર્મચારીઓને કોરાનાની રસી લીધા બાદ પણ કોરોના સંક્રમિત બન્યા છે. પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના 2 ઇજનેરોને કોવિશિલ્ડ રસીના બે ડોઝ મુકવામાં આવ્યા હતા. અને રસી મુકાયાના પાંચ દિવસ બાદ બંને ઈજનેર કોરોના ગ્રસ્ત બન્યા છે. જ્યારે એક ઇજનેરે પહેલો ડોઝ લીધો હતો.