Accident/ સુરતનાં કીમ માંડવી રોડ પર ટ્રકચાલકે ફુટપાથ પર સુતેલા શ્રમજીવીઓને કચડયા,18 પૈકી 14નાં મોત

સુરતના કીમ માંડવી રોડ પર ગઈ કાલે રાત્રે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીઓ માટે એક ટ્રક કાળ બનીને આવ્યો હતો અને એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક ટ્રકચાલકે

Top Stories Gujarat
1

મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ:
સુરતનાં કીમ માંડવી રોડ પર 14 લોકો કચડાયા
ટ્રકચાલકે 14 શ્રમજીવીઓને કચડયા
ફુટપાથ પર સુતેલા શ્રમજીવીઓને કચડયા
કુલ 18 પૈકી 14 શ્રમજીવીઓનાં મોત
તમામ મૂળ રાજસ્થાનનાં બાંસવાડાનાં વતની
અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત 

સુરતના કીમ માંડવી રોડ પર ગઈ કાલે રાત્રે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીઓ માટે એક ટ્રક કાળ બનીને આવ્યો હતો અને એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક ટ્રકચાલકે ફૂટપાથ પર સૂતેલા 18 શ્રમજીવીઓને કચડી કાઢયા હોવાનું અને તેમાંથી 14નું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.અન્ય ચારની હાલત પણ ગંભીર હોવાનું અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Cricket / શેન વોર્ને નટરાજન પર સ્પોટ ફિક્સિંગની આશંકા વ્યક્ત કરી, આપ્ય…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના કીમ માંડવી રોડ પર મૂળ રાજસ્થાનના શ્રમજીવીઓ આજીવિકા અર્થે સુરતમાં રહેતા હતા. તેઓ પોત પોતાના પરિવાર સાથે ફૂટપાથ પર સૂતેલા હતા. ફૂટપાથ પર કુલ 18 લોકો સુતા હતા, જેમના પર એક ટ્રક ચડી ગયો હતો અને તેણે આ તમામને કચડી કાઢ્યા હતા. જેમાંથી 18 પૈકી કુલ 14 શ્રમજીવીઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. અન્ય ચાર લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા છે.

Verdict / શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં નિર્ણય અનામત, શાહી ઇદગાહ પક્ષે આ …

આ બનાવ બન્યો ત્યારે આસપાસના લોકો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી 14 નું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય ચારની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના પાસેથી જાણવા મળ્યું છે.પોલીસે આ શ્રમજીવીઓ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં આ તમામ એક જ વસાહતના હોવાનું તથા રાજસ્થાનના બાંસવાડાના વતની હોવાનું સામે આવ્યું છે.અકસ્માત થવા પાછળનું મૂળ કારણ તેમજ ટ્રક ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Corona Update / દેશમાં 7 મહિના બાદ સૌથી મોટી રાહત, 24 કલાકમાં 10 હજારથી નીચે…

આ ઘટના વિશે મોડીરાત્રે ઘટના સ્થળે જ જાણવા મળ્યું હતું કે કીમથી માંડવી તરફ જતાં રસ્તામાં પાલોદ ગામ આવ્યું છે. આ ગામની સીમમાં રસ્તાના કિનારે શ્રમિકો પરિવાર સાથે ફૂટપાથ પર રહે છે. મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કીમથી માંડવી તરફ જ જઈ રહેલા GJ-X-0901 નંબરના ડમ્પર ચાલકે કીમ ચાર રસ્તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી.વધુમાં બનાવ અંગે પોલીસને જાણ કરતાં DySp સી.એન.જાડેજા, બારડોલી DySp રૂપલ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયા હતા. તેમજ તાત્કાલિક ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. બીજી તરફ ડમ્પરચાલક અને ક્લિનરને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યા હતા. ડમ્પરચાલક પકડાયો ત્યારે ચિક્કાર પીધેલી હાલતમાં હોલાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી-મુખ્યમંત્રીએ વ્યકત કરી સંવેદના
———————————————-
સમગ્ર દુર્ઘટનાને લઇને પ્રધાનમંત્રી મોદીએ મૃતકોનાં પરિજનોને રૂ.2 લાખ સહાયની જાહેરાત કરી હતી.ઇજાગ્રસ્તોને રૂ.50-50 હજાર સહાયની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરાઇ હતી સાથે જ મૃતકોનાં પરિવારજનો માટે સંવેદના વ્યકત કરાઇ હતી.બીજી બાજુ રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીએ પણ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી હતી.

વિવાદ / ચેટલીક : અર્નબે પાકિસ્તાનની PM ઇમરાનને આપ્યો વળતો જવાબ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…