અકસ્માત/ જામનગર-રાજકોટ હાઈવે પર BMW કારે એક મહિલાને બનાવી વિધવા

BMW કારનો અન્ય કાર અને બાઈક સાથે અકસ્માત થયો હતો. જેમાં GJ10DN007 નંબરની BMW કારે દંપતિને અડફેટે લીધા છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 16T131046.932 જામનગર-રાજકોટ હાઈવે પર BMW કારે એક મહિલાને બનાવી વિધવા
  • જામનગર નાની બાણુગરના પાટિયા પાસે અકસ્માત
  • BMW કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત
  • બાઈક સવાર દંપતીમાં પતિનું ઘટના સ્થળે જ મોત
  • પત્નીને ગંભીર હાલતમાં જીજી હોસ્પિટલમાં ખસેડાઇ

જામનગરમાં રફ્તારના રાક્ષસો બેફામ બન્યા છે. એક યુવકે જામનગર રાજકોટ હાઈવે પર BMW કાર પુરપાટ ઝડપે ચલાવી અને દંપતિને અડફેટ લેતા પતિનું મોત નીપજ્યું જયારે પત્નીની હાલ સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર, BMW કારનો અન્ય કાર અને બાઈક સાથે અકસ્માત થયો હતો. જેમાં GJ10DN007 નંબરની BMW કારે દંપતિને અડફેટે લીધા છે. જેમાં રફ્તારના રક્ષશો બેખોફ બન્યા છે. ત્યારે જામનગર-રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ત્યારે જામનગરના નાની બાણુગરના પાટિયા પાસે ફોરવ્હીલર તથા બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. તેમાં BMWના ચાલકે અકસ્માત કર્યો છે.

અકસ્માતમાં પતિ-પત્ની ઇજાગ્રસ્ત થયા હતા. તેમાં દિનેશ દેવરાજ મકવાણાનું મૃત્યુ નીપજ્યું છે. તથા અનિતાબેન દિનેશ મકવાણાને માથાના ભાગે ગંભીર ઈજા થઇ છે. તેથી અનિતાબેન દિનેશ મકવાણાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી છે.

જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતની ફરિયાદ દાખલ થઈ છે. આ અકસ્માત નાની બાણુંગાર અને રામપરના પાટીયા વચ્ચે થયો હતો. કાલે બુધવારે રાત્રે સવા અગિયાર વાગ્યા આસપાસ પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે કે, બુધવારે સાંજે 7 વાગ્યા આસપાસ આ અકસ્માત થયો હતો.


whatsapp ad White Font big size 2 4 જામનગર-રાજકોટ હાઈવે પર BMW કારે એક મહિલાને બનાવી વિધવા


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે જશે વિદેશ પ્રવાસે, આ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત

આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો:જામનગર-દ્વારકા હાઈવે પર કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા મોત નિપજયા