આંખ-ખોલ/ જામનગરમાં વિપક્ષે નવા નકોર ટ્રી ગાર્ડ અને કચરાપેટીને આપી શ્રદ્ધાંજલિ કારણકે……

આ બાબતે વિપક્ષ થોડો જાગ્યો એમ લાગે છે. કારણકે વિપક્ષે આજે એક એવો વિરોધ કરીને દર્શાવ્યું છે કે તેની ઉઘ ઉડી છે. જો કે કેટલા સમય માટે વિપક્ષ જાગતો રહે છે તે સમય જ જણાવશે.  

Top Stories Gujarat Others
જામનગર

શું તમને પણ એવો જ સવાલ થાય છે કે આ અધિકારીઓ અને પાદાધિકારીઓ પ્રજાના પૈસેને કેવી રીતે વેડફી નાખવા તે કેટલું વિચારતા હશે? તો તમે એવું બિલકુલ નહિ વિચારતા. કારણકે અધિકારીઓ અને પદાધિકારીઓ પૈસા વાપારવા માટે સૌથી પહેલા કચરા ટોપલી અને ટ્રી-ગાર્ડનો જ વિચાર કરે છે અને તેમાં જ મોટો ખર્ચ કરી નાખે છે. પછી જરૂર હોય કે ના હોય પરંતુ સ્વચ્છતાના નામે કચરાપેટી અને વૃક્ષ બચાવવાના નામે ટ્રી ગાર્ડનાં ઢગલાઓ કરતા તંત્ર જરાય વિચારસુધ્ધા કરતું નથી. જોકે આ બાબતે વિપક્ષ થોડો જાગ્યો એમ લાગે છે. કારણકે વિપક્ષે આજે એક એવો વિરોધ કરીને દર્શાવ્યું છે કે તેની ઉઘ ઉડી છે. જો કે કેટલા સમય માટે વિપક્ષ જાગતો રહે છે તે સમય જ જણાવશે. જામનગર….

જામનગર

ઉપર લખવામાં આવેલ વાત કોઈ પાયાવિહોણો આક્ષેપ નથી પરંતુ અહી તેની સાબિતી આપવામાં આવી છે.  વિગતે વાત જોઈએ તો જામનગર મહાનગરપાલિકાના વગર આયોજને કેટલાક ખર્ચાઓ કરવામાં માહિર છે તેની સાબિતી થોડા સમય પૂર્વે મનપા દ્વારા ખરીદી કરાયેલ અને હવે ધૂળ ખાઈ રહેલા ટ્રી ગાર્ડ અને કચરાપેટીઓ આપી રહી છે. મનમાંનાં જ પટાંગણમાં ધૂળ ખાતા કચરાપેટી અને ટ્રી ગાર્ડ ઉપયોગ થયા વિનાના પડ્યા છે છતાંય તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવા ટ્રી ગાર્ડ ખરીદવા રૂ.6 લાખથી વધુનું ખર્ચ મંજુર થયું છે. ત્યારે આજે મનપા વિપક્ષ નેતા સહીતના કેટલાક વિપક્ષ સભ્યોએ મનપા પટાંગણમાં અનોખો વિરોધ આ ટ્રી ગાર્ડને લઈને નોંધાવ્યો છે અને પડતર હાલતમાં રહેલા નવા નકોર ટ્રી ગાર્ડ તેમજ કચરા પેટીઓને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપી નવતર વિરોધ કર્યો હતો.

જામનગર

આ અંગે વિપક્ષી નેતા આનંદ રાઠોડે જણાવ્યું કે, આજે અમે જે શ્રદ્ધાંજલિ આપી તે આપવાનું કારણ એવું છે કે ત્રણ ત્રણ વર્ષથી મનપાના પટાંગણમાં ખુણામાં કચરાપેટી અને ટ્રી ગાર્ડ ઘા ખાય છે. આ ચીજ વસ્તુઓ ખુણામાં રાખવાની જરૂર નથી. ખરેખર વૃક્ષો વાવેતર થાય ત્યાં ટ્રી ગાર્ડનો ઉપયોગ થવો જોઈએ અને લોકોને ટ્રી ગાર્ડ આપવામાં આવતા નથી અને નવી ખરીદીઓ થયા રાખે છે. જો આગામી દિવસોમાં ટ્રી ગાર્ડ નહિ આપવામાં આવે તો વિપક્ષ ખુદ પોતે આ કચરા પેટીઓ અને ટ્રીગાર્ડ ઉઠાવી અને પદાધિકારીઓ અને અધિકારીઓની ચેમ્બરમાં મૂકી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : ઝારખંડમાં બળાત્કારના 2 આરોપીઓને ગ્રામજનોએ જીવતા સળગાવ્યા, જાણો સમગ્ર મામલો