ક્રાઈમ/ સુરતની બેંક સાથે થયેલ 16 કરોડથી વધુની છેતરપિંડી,ઇકોસેલ દ્વારા બે આરોપીની ધરપકડ

સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસના આધારે સમગ્ર કૌભાંડમાં બેંક મેનેજર સહિત અગાઉ 14 જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Surat
Untitled 135 3 સુરતની બેંક સાથે થયેલ 16 કરોડથી વધુની છેતરપિંડી,ઇકોસેલ દ્વારા બે આરોપીની ધરપકડ

@અમિત રૂપાપરા 

સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખામાં પ્રભાકર કાલી નામના વ્યક્તિએ એક ફરિયાદ આપી હતી કે, કેટલાક લોકોએ તમિલનાડુ મર્કન્ટાઈલ બેંક રિંગ રોડની શાખામાંથી બેંકના જ મેનેજર તેમજ ગેરંટર અને વેલ્યુઅરની મદદગારીથી લોન લેવાની પ્રોસિજર બેંકમાં આપી ખોટા સ્ટોકના બિલો રજૂ કરી લોન મંજૂર કરાવી હતી. ત્યારબાદ ખોટી પેઢી ઊભી કરી કરી ઉપરાંત બેંકમાં મોર્ગેજમાં મૂકેલી પ્રોપર્ટી ની વેલ્યુ ઓછી હોવા છતાં તેની વેલ્યુ વધારે બતાવી ખોટા રિપોર્ટ બનાવી બેન્ક પાસેથી લોન મેળવી હતી. ત્યારબાદ બેંકની લોનના પૈસા અંગત ખર્ચમાં વાપરી નાખી બેંકને 16,38,00,000નું નુકસાન કરાવવામાં આવ્યું હતું.

આ બાબતે સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસના આધારે સમગ્ર કૌભાંડમાં બેંક મેનેજર સહિત અગાઉ 14 જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બે આરોપીઓમાં કલ્પેશ છાસવાલા અને ઉન્નતી છાશવાલાનો સમાવેશ થાય છે. જોકે આ બંને આરોપીઓ દ્વારા અગાઉ સેશન્સ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી મૂકવામાં આવી હતી અને કોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજી નામંજૂર થતા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મહત્વની વાત છે કે અગાઉ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આ કૌભાંડમાં 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાકેશ ભીમાણી, સુનિતા પાલડીયા, અમુલ ભીમાણી, તુષાર ભીમાણી, પ્રકાશ કરેડ, કિંજલ રાણપરીયા, અજય કાનાણી જીતેશ કઠિયારા, જીતેન્દ્ર કાકડીયા, શોભના કાકડીયા, રસિક કાકડીયા, દયા કાનાણી, રસિક કાકડીયાની પત્ની શોભના અને વિશાલ કાથરોટીયાની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ મામલે વધુ બે આરોપી કલ્પેશ છાસવાલા અને તેની પત્ની ઉન્નતિ છાસવાલાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આદિવાસી સમાજના આગેવાની ફાંસીની માગ

આ પણ વાંચો:ખૂંટિયાએ વૃદ્ધને લીધા અડફેટે, CCTVમાં જુઓ દિલ ધડક દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં ટ્યુશન ક્લાસથી ઘરે જતી 8 વર્ષની વિદ્યાર્થીની સાથે રિક્ષા ચાલાકે કર્યા અડપલાં, પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:બિપોરજોયના વરસાદે ચીભડામાં 8 હેકટર થી વધુ માં ઉગાડેલો કપાસનો પાક પાણીમાં ગરકાવ, ખેડુતોના કપાસનો પાક