Not Set/ મહારાષ્ટ્ર/ શિવસેના-ભાજપની સત્તા મેળવવાની લાલસા પર ઓવૈસીનો તંજ, 50-50 શું છે, શું આ નવુ બિસ્કિટ છે?

અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા વિવાદો પર તંજ કસ્યો છે. તેઓએ પૂછ્યું છે કે આ 50-50 શું છે? શું આ નવુ બિસ્કીટ છે? સાથે જ ઓવૈસીએ કહ્યું કે આ લોકોને જનતાની સમસ્યાઓની કોઇ ચિંતા નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ઓવૈસીને ટાંકીને જણાવ્યું છે કે, આ શું છે 50-50, શું […]

Top Stories India
Asaduddin Owaisi મહારાષ્ટ્ર/ શિવસેના-ભાજપની સત્તા મેળવવાની લાલસા પર ઓવૈસીનો તંજ, 50-50 શું છે, શું આ નવુ બિસ્કિટ છે?

અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા વિવાદો પર તંજ કસ્યો છે. તેઓએ પૂછ્યું છે કે આ 50-50 શું છે? શું આ નવુ બિસ્કીટ છે? સાથે જ ઓવૈસીએ કહ્યું કે આ લોકોને જનતાની સમસ્યાઓની કોઇ ચિંતા નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ઓવૈસીને ટાંકીને જણાવ્યું છે કે, આ શું છે 50-50, શું કોઈ નવુ બિસ્કીટ છે? કેટલા 50-50 કરશો? મહારાષ્ટ્રનાં લોકો માટે થોડું બચાવીને રાખો. તેઓ (ભાજપ અને શિવસેના) સાતારામાં વરસાદને કારણે થયેલા નુકસાનની ચિંતા કરતા નથી. તે બધાં 50-50 ની જ વાત કરે છે. આ તે વળી કેવો ‘સૌનો સાથ સૌનૌ વિકાસ’?

શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદ માટેની તેમની પાર્ટીની માંગ ન્યાયી છે અને ભાજપ સાથે સત્તા વહેંચણીનો આધાર જીતી ગયેલી બેઠકો નહી પણ ચૂંટણી પહેલાં કરવામાં આવેલો કરાર હોવો જોઈએ. આપને જણાવી દઇએ કે, ઓવૈસીએ મહારાષ્ટ્રના રાજકારણ પર કટાક્ષ કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે બે ઘોડા પર સવારી કરવા માગે છે. ઓવૈસીએ ઉદ્ધવ ઠાકરે પર મહારાષ્ટ્રની જનતાને મુર્ખ બનાવવાનો આરોપ મુક્યો હતો.

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન સરળતાથી સરકાર બનાવી શકે છે. પરંતુ શિવસેના આ વખતે સત્તામાં સમાન ભાગીદારી ઇચ્છે છે. શિવસેનાનું કહેવું છે કે પાંચ વર્ષની મુદતને અઢી-અઢી વર્ષમાં વહેંચવામાં આવે. જોકે ભાજપ આ ફોર્મ્યુલા પર સહમત નથી. સુત્રોનાં જણાવ્યા અનુસાર શિવસેનાએ ભાજપ સમક્ષ એક શરત મૂકી છે કે જો સત્તા વહેંચવાનો ઇનકારવાળા નિવેદનમાં ફડણવી સ્પષ્ટતા કરે તો આગળ વાત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.