Not Set/ 119 લોકોને પદ્મ પુરસ્કાર : કેશુબાપા, મહેશ-નરેશ સહિતનાં ગુજરાતીઓને પદ્મશ્રી – શિંઝો આબેને પદ્મ વિભૂષણ

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કુલ 119 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી છે. જેમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ જ્યારે 102 લોકોને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરાયા છે.

Top Stories India
hadma award 119 લોકોને પદ્મ પુરસ્કાર : કેશુબાપા, મહેશ-નરેશ સહિતનાં ગુજરાતીઓને પદ્મશ્રી - શિંઝો આબેને પદ્મ વિભૂષણ

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કુલ 119 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી છે. જેમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ જ્યારે 102 લોકોને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરાયા છે.

જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંઝો આબે સહિત 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમ, ડો.બેલે મોનપ્પા હેગડે, નરિન્દર સિંઘ કાપાણી, મૌલાના વહિદુદ્દીન ખાન, વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રે બી.બી. લાલ, સુદર્શન સાહુને પણ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણ એ પદ્મ ભૂષણ બાદ દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

આ સાથે જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાન અને પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન સહિત 10 હસ્તીઓને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે.

દેશના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બજાવી ચૂકેલા 102 હસ્તીઓને પદ્મ શ્રી અપાશે. કૃષ્ણા નાયર સંતકુમારી ચિત્રા (કલા), તરુણ ગોગોઈ (જનસેવા), ચંદ્રશેખર કંબ્રા (સાહિત્ય અને શિક્ષણ), પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન, કલ્બે સાદિક, રજનીકાંત દેવીદાસ શ્રોફ, તર્લોચન સિંઘને પદ્મ ભૂષણથી નવાજવામાં આવશે. 

સાથે સાથે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પદ્મ ભૂષણ, અભિનેતા-સંગીતકાર બેલડી મહેશ-નરેશને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે. તો દાદુદાન ગઢવી, ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ એમ ત્રણ વ્યક્તિને શિક્ષણ અને સાહિત્ય માટે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત કરાયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…