પાકિસ્તાન/ પંજાબ પ્રાંતનું મંદિર સમારકામ પછી હિન્દુઓને સોંપવામાં આવ્યું, ટોળાએ હુમલો કરી તોડફોડ કરી હતી

પાકિસ્તાન સરકારે પંજાબ પ્રાંતમાં મંદિરની મરામત કરાવી છે, જ્યાં ગત શનિવારે તોડફોડ કરવામાં આવી હતી. મંદિર ફરીથી હિન્દુઓને સોંપવામાં આવ્યું છે.

Top Stories World
મહિન્દ્રા 1 પંજાબ પ્રાંતનું મંદિર સમારકામ પછી હિન્દુઓને સોંપવામાં આવ્યું, ટોળાએ હુમલો કરી તોડફોડ કરી હતી

મંદિરનું સમારકામ : પાકિસ્તાન સરકારે પંજાબ પ્રાંતમાં હિન્દુ મંદિરની મરામત કરાવી છે, જ્યાં ટોળાએ હુમલો કરીને તોડફોડ કરી હતી. આ હુમલાના સંબંધમાં અત્યાર સુધી 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભારતે તોડફોડ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનના લઘુમતી નેતાઓ દ્વારા પણ તેની સખત નિંદા કરવામાં આવી હતી. આ મામલો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.

આ ઘટના 4 ઓગસ્ટે રહીમયાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં બની હતી. ભોંગ શહેર લાહોરથી 590 કિમી દૂર છે. સેંકડો લોકો હાથમાં લાકડીઓ, પથ્થરો અને ઈંટો લઈને મંદિરમાં ધસી આવ્યા હતા. લોકોએ મંદિરની મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું અને દિવાલો અને દરવાજા તોડી નાખ્યા હતા. કેટલીક વસ્તુઓને આગ પણ લગાવી હતી.

રહીમયાર ખાનના જિલ્લા પોલીસ અધિકારી અસદ સરફરાઝે જણાવ્યું કે મંદિરનું સમારકામ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને તેને સ્થાનિક હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હવે મંદિર પૂજા માટે સંપૂર્ણ રીતે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે.

ભારત સરકારે મંદિર તોડવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. ગુરુવારે ભારતે દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસના પ્રભારીને બોલાવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અને ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાન પોલીસે આ કેસમાં 150 લોકો સામે કેસ નોંધ્યો છે. અત્યાર સુધીમાં 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. હુમલાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ કોર્ટે પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી અને ગુનેગારોને ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી.

આ કારણે મંદિર પર હુમલો થયો હતો

કોર્ટે સ્થાનિક મદરેસામાં પેશાબ કરવાના આરોપમાં પકડાયેલા આઠ વર્ષના હિન્દુ છોકરાને જામીન પર મુક્ત કર્યો હતો. વિરોધમાં, સેંકડો લોકોએ ભોંગ વિસ્તારમાં આવેલા મંદિર પર હુમલો કર્યો.

હિન્દુઓ પાકિસ્તાનમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે

હિન્દુઓ પાકિસ્તાનમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે. સત્તાવાર અંદાજ મુજબ પાકિસ્તાનમાં 7.5 મિલિયન હિંદુઓ રહે છે. જ્યારે સમુદાય દાવો કરે છે કે હિંદુઓની સંખ્યા 90 લાખથી વધુ છે. સિંધ પ્રાંતમાં મોટાભાગના હિન્દુઓ વસે છે. તેમની પરંપરા, સંસ્કૃતિ અને ભાષા સ્થાનિક મુસ્લિમ લોકોની સમાન છે. તેઓ ઉગ્રવાદીઓ દ્વારા વારંવાર હેરાનગતિની ફરિયાદ કરે છે.

રાજકોટ / GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા

બેફામ મોંઘવારી ! / શ્રાવણ માસમાં ઉપવાસ બન્યા મોંઘા, બટાટાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

મોટી કાર્યવાહી / સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને ફટકાર્યો દંડ

15મી ઓગસ્ટ / રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ, ક્યાં ધ્વજ વંદન કરાવશે?