Pak Terrorism/ ‘મેડ ઇન ચાઇના’ના અત્યાધુનિક ઉપકરણોની મદદથી ભારતમાં ત્રાટકતા પાકના આતંકવાદીઓ

ભારતમાં કાશ્મીરમાં પાક પ્રેરિત આતંકવાદીઓ દ્વારા ફેલાવાતો આતંકવાદ હવે મેડ ઇન ચાઇનાના અત્યાધુનિક ઉપકરણોની મદદથી વધારે સુસજ્જ બન્યો છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં થયેલા હુમલામાં આ વધુ એક બાબત બહાર આવી છે.

Top Stories India
For Mantavya 4 ‘મેડ ઇન ચાઇના’ના અત્યાધુનિક ઉપકરણોની મદદથી ભારતમાં ત્રાટકતા પાકના આતંકવાદીઓ

નવી દિલ્હીઃ ભારતમાં કાશ્મીરમાં પાક પ્રેરિત આતંકવાદીઓ દ્વારા ફેલાવાતો આતંકવાદ હવે મેડ ઇન ચાઇનાના અત્યાધુનિક ઉપકરણોની મદદથી વધારે સુસજ્જ બન્યો છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ Pak Terrorist જિલ્લામાં થયેલા હુમલામાં આ વધુ એક બાબત બહાર આવી છે.

આઇએસઆઇએ કાશ્મીર ખીણમાં આતંક મચાવવા માટે પાકિસ્તાન, ચીન અને કાશ્મીરની વચ્ચે નવો પ્લાન બનાવ્યો છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ભારત સામે હુમલા માટે ચીની બનાવટના હથિયારો પૂરો પાડી રહી છે. આમ હવે પહેલા જે સ્થાન અમેરિકન શસ્ત્રોનું હતું તે ચીનના શસ્ત્રોએ લીધું છે. આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા શસ્ત્રો, Pak Terrorist ગ્રેનેડ, ડ્રોન, ડિવાઇસ, પિસ્તોલ, નાઇટવિઝન ડિવાઇસ જેવા ચીની શસ્ત્રો આપવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ચીનના ડ્રોન દ્વારા ભારતમાં સક્રિય આતંકવાદીઓને મદદ કરવામાં આવી રહી છે. તેઓને ડ્રોનની મદદથી શસ્ત્રો પૂરા પાડવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા માટે ખાસ ડિજિટલ મેપ શીટ આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત પીઓકેમાં બેઠેલા આતંકવાદીઓને Pak Terrorist સંદેશાવ્યવહારના અત્યાધુનિક સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. ચીની બનાવટના અત્યાધુનિક સાધનો તેટલી હદે આધુનિક છે કે ભારતીય એજન્સીઓને પણ તેના સંદેશા ડિકોડ કરવામાં તકલીફ પડી રહી છે.

આ ઉપરાંત પાકિસ્તાન મોકલેલા અને ભારતે તોડી પાડેલા મોટાભાગના ડ્રોન પણ હવે ચીની બનાવટના હોવાનું માલૂમ પડ્યું છે. ભારતમાં શસ્ત્રો મોકલવા માટે પણ પાકિસ્તાન હવે ચીનની બનાવટના જ ડ્રોનનો ઉપયોગ Pak Terrorist કરે છે. અમેરિકાએ પાકિસ્તાનને શસ્ત્રોનો પુરવઠો ક્યારનોય અટકાવી દીધો છે, તેથી હવે પાકિસ્તાને શસ્ત્રોની ખેરાત માટે ચીન ભણી નજર દોડાવી છે. ચીનને પણ બેલ્ટ રોડ પ્રોજેક્ટ માટે તેની ગરજ હોઈ તેને શસ્ત્રો આપ્યા વગર છૂટકો નથી.

આ પણ વાંચોઃ Gujarat IAS/ગુજરાતના વધુ 2 IAS અધિકારીને દિલ્લીનું તેડુ, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન

આ પણ વાંચોઃ Gujarat Rains/મેહુલિયો વરસ્યો અનરાધાર, ખેડૂતોમાં આનંદ બેસુમાર

આ પણ વાંચોઃ OBC reservation bill/OBC સમુદાયને ગુજરાત સરકારે આપી આ મોટી ભેટ

આ પણ વાંચોઃ Heart Attack/રાજકોટમાં ઓફિસમાં કામ કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત

આ પણ વાંચોઃ Gujarat assembly/કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં OBC અનામત વિધેયક રજૂ કર્યું