દિલ ધડક રેસ્ક્યુ/ સાણંદમાં 9 ફૂટનો મહાકાય અજગર ઘુસી આવતા ગ્રામજનોમાં છવાયો ભય, આ રીતે કરાયું રેસ્ક્યુ

સાણંદ નળસરોવર રોડ મેલાસણા ગામમાંથી રોહિત પટેલે એનીમલ લાઇફ કેરને ફોન કરીને જણાવ્યું હતું કે, ગામમાં મહાકાય અજગર આવ્યો છે અને ઘાયલ થતા લોકો ડરી ગયા છે.

Ahmedabad Gujarat
Untitled 187 1 સાણંદમાં 9 ફૂટનો મહાકાય અજગર ઘુસી આવતા ગ્રામજનોમાં છવાયો ભય, આ રીતે કરાયું રેસ્ક્યુ

@અનિતા પરમાર 

અમદાવાદ જિલ્લાના સાણંદ-નળસરોવર રોડ પર આવેલા મેલાસણા ગામમાં નવ ફૂટ લાંબો વિશાળ અજગર આવી પહોંચ્યો હતો. જે બાદ એનીમલ લાઇફ કેર દ્વારા અજગરની સારવાર કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, સાણંદ નળસરોવર રોડ  મેલાસણા ગામમાંથી  રોહિતભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે ગામમા મહાકાય અજગર આવી ગયેલ છે ધાયલ થયેલ છે લોકો ડરી ગયા છે  તેવી જાણ  એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને થતાની સાથે તમામ રેસ્ક્યુના સાધનો સાથે ગામમાં પહોંચી ગયા હતા. નવ ફુટ અજગરને જોતા જ  આખું ગામના રહેવાશી ગભરાઈ ગયા હતા તથા અજગરનું  રેસ્ક્યુ ઓપરેશન જોવા આખું ગામ ઉમટ્યું હતું.

વિજય ડાભી દ્વારા  કહેવામાં આવ્યું કે નવ ફૂટમાં મહાકાય લાંબા અજગર પુછડીના ભાગે ઘાયલ હતો તેથી તેને વધુ સારવાર અમદાવાદ ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે અવારનવાર  અજગર નીકળવાની ઘટનાઓ ગામડા વિસ્તારમાં બનતી હોય છે તો કોઈએ સાપની ઓળખ ના હોય તો જાતે પકડવાની કોશિશ ન કરવી જોઈએ અને કોઈ પણ સાપને મારવું ન જોઈએ કારણકે લોકો અજગર ને હજુ પણ ગામડા વિસ્તારમાં ઝેરી સમજીને મારી નાખતા હોય છે પણ ખરેખર અજગર બિનઝેરી  હોય છે ક્યારે પણ અજગર નીકળે અથવા અન્ય જીવ નીકળે તો તેને મારવું ન જોઈએ તાત્કાલિક એનિમલ હેલ્પલાઇનને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો:રાજકોટમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવી મૂર્તિકારની પડી ભારે, જવું પડ્યું જેલ

આ પણ વાંચો:પોરબંદરના જાવર ગામમાં 15 થી વધુને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત:MLA અર્જુન મોઢવાડીયાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી

આ પણ વાંચો:સુરતમાં કેદીઓ દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ ખરીદવાનું આહવાહન હર્ષ સંઘવીએ કર્યું અને 2 કલાકમાં જ સુરતના

આ પણ વાંચો:સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું