Cricket/ પંતે સ્ટમ્પ આઉટ કરી ધોનીની અપાવી યાદ, અશ્વિન પણ જોઇને ચોંકી ઉઠ્યો

ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ચેન્નઇમાં મેચ ચાલી રહી છે. જ્યા ટીમ ઈન્ડિયા હાલમાં સ્ટોન્ગ પોઝિશન પર દેખાઇ રહી છે. મેચમાં ઘણા એવા ક્ષણ રહ્યા છે

Sports
PICTURE 4 215 પંતે સ્ટમ્પ આઉટ કરી ધોનીની અપાવી યાદ, અશ્વિન પણ જોઇને ચોંકી ઉઠ્યો

ભારતીય ટીમમાંછી ધોનીનાં રિટાયર્ડ થયા બાદ તેનો વિકલ્પ મળવો ઘણો મુશ્કેલ સાબિત થઇ રહ્યો છે. જો કે રિષભ પંત તેનો સારો વિકલ્પ સાબિત થઇ શકે તેવુ BCCI માની રહી છે. ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ચેન્નઇમાં મેચ ચાલી રહી છે. જ્યા ટીમ ઈન્ડિયા હાલમાં સ્ટોન્ગ પોઝિશન પર દેખાઇ રહી છે. મેચમાં ઘણા એવા ક્ષણ રહ્યા છે, જે ફેન્સ માટે યાદગાર બની રહે તેવા છે. આવી જ એક ક્ષણ વિકેટ પાછળ જોવા મળી હતી.

બીજી ટેસ્ટ મેચનાં ચોથા દિવસે અશ્વિને એકવાર ફરી આક્રમક બોલિંગ કરી રહ્યો છે. આજે તેણે ઈગ્લેન્ડનાં બેટ્સમેન લોરેન્સને સ્ટમ્પ આઉટ કરી ઈગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો. અશ્વિનનાં 26 મી ઓવરનાં પહેલા જ બોલ પર લોરેન્સ આગળ આવીને શોટ મારવા ગયો, પણ અશ્વિને ચાલાકીથી બોલને બેટ્સમેનથી દૂર ફેંકી દીધો, જેના કારણે બેટ્સમેન બોલ રમી શક્યો નહી અને વિકેટ પાછળ, રિષભ પંતે ચતુરતાથી બોલને પકડીને સ્ટમ્પ આઉટ કરી દીધો. પંતે કરેલો સ્ટમ્પ એટલો સુંદર હતો કે અશ્વિન પણ એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. લોરેન્સ 26 રને આઉટ થયો હતો.

આપને જણાવી દઇએ કે, ભારતે ઇંગ્લેન્ડને 482 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતીય ટીમની બીજી ઈનિગ 286 રનમાં પૂર્ણ થઇ ગઇ હતી. ભારતની બીજી ઇનિંગમાં અશ્વિને શાનદાર બેટિંગ કરી હતી અને 106 રન બનાવ્યા હતા. વળી, કેપ્ટન કોહલી 62 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા દિવસની રમતનાં અંત સુધીમાં, ઇંગ્લેન્ડે ભારત સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચની બીજી ઇનિંગમાં 482 રનનાં વિશાળ લક્ષ્યાંક સામે 7 વિકેટે 116 રન બનાવ્યા છે. ભારત હવે જીતથી માત્ર 3 વિકેટ દૂર છે.

Cricket / IPL માટે ખેલાડીઓની હરાજીની યાદીમાં ગુજરાતનાં 17 ખેલાડીઓનો સમાવેશ

Cricket / થર્ડ એમ્પાયરનાં રહાણેને લઇને આપવામાં આવેલા નિર્ણય પર બીજી ટેસ્ટ વિવાદમાં

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ