પાટણ/ હારીજમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરાયું, મૂંડન કરી માથે ગરમ દેવતા મૂકી વસાહતમાં ફેરવી

પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી.

Gujarat Others
પૂરનેશ મોડી 1 4 હારીજમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરાયું, મૂંડન કરી માથે ગરમ દેવતા મૂકી વસાહતમાં ફેરવી

ગુજરાતમાં મહિલા અત્યાચારના અનેક કિસ્સાઓ છેલ્લા થોડાક મહિનાઓથી સામે આવ્યા છે. પાટણ જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડિયો ફરતો થયો છે. વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. તે જોઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. જે વીડિયો વાઈરલ થયા છે, એ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે.

દીકરીને આકરી સજા કરવામાં આવી
હારીજની વાદી વસાહતમાં રહેતી એક યુવતીને પ્રેમ થઇ ગયો હતો. યુવતીને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય કર્યો હતો. યુવતી પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ યુવતીના આ પગલાની જાણ વસાહતને થતાં યુવતીને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. યુવતીએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા સમાજના આગેવાનોએ સમાજની દીકરીને આકરી સજા આપવાનો નિર્ણય કર્યો હતો.

માથે ટકો કરી વસાહતમાં ફેરવવામાં આવી
યુવતીને વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાથી સમાજના આગેવાનોએ તેને તાલિબાની સજા ફટકારી હતી. યુવતીના માથે મૂંડન કરવામાં આવ્યું હતું. કલાડીથી તેનુ મોઢું કાળું કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મુકવામાં આવ્યા હતા. આટલેથી ન અટકતા યુવતીના હાથ બાંધી, માથા પર ગરમ દેવતા મુકીને આખી વસાહતમાં ફેરવવામાં આવી હતી.

યુવતી કરગરતી રહી રડતી રહી પણ કોઇનું હૃદય ન પીગળ્યું
તાલિબાની સજા અપાઈ એ સમયે યુવતી સતત કરગરતી રહી, રડતી રહી પરંતુ સમાજના આગેવાનો કે ઉપસ્થિત કોઇનું હૃદય પીગળ્યું ન હતું. યુવતીને આપવામા આવેલી આ સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

આ બાબતની તેમને જાણ નથીઃ પીએસઆઇ એસ.આર.ચૌધરી
હારીજના આ વાઇરલ વીડિયો અંગે હારીજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.આર.ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ બાબતની તેમને જાણ નથી. આવો કોઇ વાઈરલ થયેલો વીડિયો તેમની પાસે આવ્યો નથી. આ મામલે પોલીસમાં કોઇપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ મળી ન હોવાનું તેમણે જણાવ્યું નથી.

 

T20 વર્લ્ડ કપ / રવિ શાસ્ત્રીનો ખુલાસો, ટીમ સિલેક્શનમાં મારો અને કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો

દેડિયાપાડા / મનસુખ વસાવાની એક ફરિયાદથી માર્ગ અને મકાન મંત્રી પૂર્ણૅશ મોદી દોડી આવ્યા