Politics/ Pegasus જાસૂસી મામલે સરકારે સંસદમાં આપવો પડશે જવાબ : રાહુલ ગાંધી

વિપક્ષ કૃષિ કાયદો અને Pegasus જાસૂસી કેસને લઈને સંસદનાં બંને ગૃહોમાં સતત હંગામો પેદા કરી રહ્યો છે. સંસદમાં સરકારને ઘેરી લેવા વિપક્ષી નેતાઓએ બુધવારે બેઠક યોજી હતી.

Top Stories India
Pegasus

વિપક્ષ કૃષિ કાયદો અને Pegasus જાસૂસી કેસને લઈને સંસદનાં બંને ગૃહોમાં સતત હંગામો પેદા કરી રહ્યો છે. સંસદમાં સરકારને ઘેરી લેવા વિપક્ષી નેતાઓએ બુધવારે બેઠક યોજી હતી. આ બેઠકમાં એક ડઝનથી વધુ વિરોધી પક્ષોએ ભાગ લીધો હતો. બેઠક બાદ કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો હતો.

Interesting / કૂતરો કે બિલાડી નહી આ છોકરીએ પાળ્યો છે એક રીંછ, જુઓ ફોટો

રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, અમારો એક જ સવાલ છે કે દેશની સરકારે Pegasus ખરીદ્યો છે કે નહીં. શું સરકારે Pegasus હથિયારનો ઉપયોગ અહીના લોકો પર કર્યો કે નહીં? રાહુલ ગાંધીએ કહ્યું કે, Pegasus હથિયારને માત્ર મારા વિરુદ્ધ જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટ, મીડિયા અને અન્ય લોકો સામે પણ ઉપયોગ કરાયો છે. સરકારે આ કેમ કર્યું છે, તેનો જવાબ સંસદમાં આપવો જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે સંસદને રોકવા માંગતા નથી પરંતુ અવાજ ઉઠાવવા માંગીએ છીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર વિપક્ષ માટે આવા હથિયારનો ઉપયોગ કરી રહી છે જેનો ઉપયોગ આતંકવાદીઓ સામે થવો જોઈએ. સરકારે Pegasus કેમ ખરીદ્યો તેનો જવાબ સરકારે આપવો જોઇએ.

Interesting / બગીચામાં ફરતી મહિલા પર 100 થી વધુ ઉંદરોએ કર્યો હુમલો, કોતરવા લાગ્યા પગ

વિપક્ષી નેતાઓ સાથેની બેઠકમાં પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સરકાર વિપક્ષને એમ કહીને બદનામ કરી રહી છે કે અમે સંસદનાં કાર્યને અડચણરૂપ બની રહ્યા છીએ, જ્યારે અમે નાગરિકો, ખેડૂતો અને દેશની સુરક્ષાને લગતા સવાલો ઉભા કરીએ છીએ. વિપક્ષી નેતાઓએ ચર્ચાને લઇને સરકાર પર સતત દબાણ કર્યુ છે. રાહુલ કહ્યુ કે, અમે મોોંઘવારી, Pegasus અને ખેડૂતોનાં મુદ્દાઓ પર સમાધાન કરવા માંગતા નથી. અમે ગૃહમાં ચર્ચા માંગીએ છીએ. શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને કૃષિ કાયદાનાં મુદ્દાઓ પર સંપૂર્ણ વિપક્ષ એક છે અને રહેશે. Pegasus પર સરકારે જવાબ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પહેલા વિપક્ષી પાર્ટીઓની મહત્વની બેઠક પણ આજે સંસદમાં રાખવામાં આવી છે. આ બેઠકમાં કોંગ્રેસ સહિત એનડીએની બહાર મોટાભાગનાં મોટા પક્ષો હાજર રહ્યા હતા. બેઠકમાં સંસદમાં સતત ધાંધલધમાલ અને કાર્યવાહી નહીં થવાની વાત કરવામાં આવી હતી. જે બાદ 14 વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. બેઠકમાં કોંગ્રેસ, શિવસેના, સીપીઆઈ, સીપીએમ, આરજેડી, ડીએમકે અને આપ જેવા વિરોધી પક્ષો હાજર રહ્યા હતા.