Not Set/ તહેવારોમાં લોકો નિકળ્યાં ફરવા, કાંકરિયા, સાયન્સ સીટી આકર્ષણનું કેન્દ્ર

કોરોનાના કેસો ઘટતા હવે જન જીવન સામાન્ય બની ગયું છે. તમામ બંધ પડેલા ધંધા રોજગાર હવે પાટે ચઢી રહ્યા છે. ત્યારે મંદીનો સામનો કરતા મલ્ટી પ્લેક્સ વધુ એક વાર જીવંત થયા છે.

Ahmedabad Gujarat
મીની વેકેશન તહેવારોમાં લોકો નિકળ્યાં ફરવા, કાંકરિયા, સાયન્સ સીટી આકર્ષણનું કેન્દ્ર

દિવાળીનું મીની વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે કોરોનાના કેસો ઘટતા સરકારે હવે નિયમો પણ હળવા કરી દીધા છે. એવામાં મુલાકાતીઓની સૌથી વધુ સંખ્યા અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા ઝુ અને અદ્યતન ટેકનોલોજીથી ડેવલોપ થયેલી સાયન્સ સિટી પ્રથમ ચોઇસ બની છે.

  • બે વર્ષ બાદ લોકોને ફળી દિવાળી
  • કાંકરિયાની મુલાકાતે 60 હજાર પ્રવાસીઓ
  • થીયેટરો થયા હાઉસફુલ

કોરોનાના કેસો ઘટતા હવે જન જીવન સામાન્ય બની ગયું છે. તમામ બંધ પડેલા ધંધા રોજગાર હવે પાટે ચઢી રહ્યા છે. ત્યારે મંદીનો સામનો કરતા મલ્ટી પ્લેક્સ વધુ એક વાર જીવંત થયા છે. દિવાળીના મીની વેકેશનમાં દર્શકોની વધુ ભીડ જોવા મળી  રહી છે. અમદાવાદના તમામ મલ્ટીપ્લેક્ષ હવે હાઉસફુલ થઈ રહ્યા છે. કોરોનાકાળમાં 2 વર્ષ બાદ ખંડેર હાલતમાં પડેલા મલ્ટીપ્લેક્ષ વધુ એકવાર ધબકતા થયા છે. કોરોનામાં થયેલા નુકસાનની હવે  સંચાલકો ભરપાઈ કરી રહ્યાં છે.

cctv 22 તહેવારોમાં લોકો નિકળ્યાં ફરવા, કાંકરિયા, સાયન્સ સીટી આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદના હાર્ટ સમાન કાંકરિયાની મુલાકાતે પણ લોકો આવી રહ્યાં છે. કોરોના બાદ ફરી એકવાર ઝુ શરૂ થતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે.  મોટી સંખ્યામાં પરિવાર પોતાના બાળકો સાથે કાંકરિયાની મુલાકાત લેતા જોવા મળ્યાં છે.  બે વર્ષથી સુમસામ ભાસી રહેલું કાંકરિયામાં ફરીએકવાર તેની રોનક પાછી આવતા સ્થાનિક વેપાર ધંધાને પણ રોજગારી મળી છે.

cctv 23 તહેવારોમાં લોકો નિકળ્યાં ફરવા, કાંકરિયા, સાયન્સ સીટી આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં નવી અદ્યતન ટેકનોલોજીથી નિર્માણ પામેલું સાયન્સ સિટી પણ હવે શહેરની આન, બાન, શાન બની ગયું છે. મુલાકાતીઓની પ્રથમ ચોઇસ હવે સાયન્સ સિટી બની ગયું છે. અમદાવાદ સહિત બહારના લોકો પણ સાયન્સ સિટી જોવા માટે આવી રહ્યાં છે. સાયન્સ સિટીમાં આકર્ષણનું કેન્દ્ર એકવેટિક ગેલેરી, રોબિટીક્સ પાર્ક અને નેચર પાર્ક જોવા મળી રહ્યા છે.

ક્રુઝ ડ્રગ્સ કેસ / વાનખેડેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટે નવાબ મલિકને કહ્યું,…

મુંબઈ / અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી, જાણો કેમ ?

ભ્રષ્ટાચાર / રાફેલ ડીલમાં નવો ખુલાસોઃ વચેટિયાઓને કરોડોની લાંચ, ફ્રેન્ચ અખબારનો દાવો

પંઢરપુરને કેન્દ્રની ભેટ / PM મોદીએ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો, ખેડૂતોને લઇ કહ્યું, …

યમુનામાં પ્રદુષણનો કહેર / યમુનાના હાલ થયા બેહાલ, નદીમાં ઝેરી ફીણની વચ્ચે છઠપૂજા મનાવવા મજબૂર