Not Set/ IIM અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 70 લોકો થયા સંક્રમિત

દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) માં 70 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
A 329 IIM અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 70 લોકો થયા સંક્રમિત

દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) માં 70 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.મહુલ આચાર્યએ તેની પુષ્ટિ કરી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં હવે અમદાવાદ શહેર ફરી એકવાર હોટસ્પોટ બની રહ્યું છે. અને અમદાવાદમાં મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ IIMમાં કોરોનાનો કહેર યથાવત છે. IIM કેમ્પસમાં હોળી તહેવારના દિવસે કુલ 108 લોકોના RTPCR ટેસ્ટ થયા હતા. જેમાં 5થી વધુ વિદ્યાર્થીઓ સહિત કુલ 8 લોકો પોઝિટિવઆવ્યા છે.

આ પણ વાંચો :ધુળેટી બાદ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, 4થી વધારે વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ

26થી 27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા 13 દિવસમાં હવે કોરોના પોઝિટીવની સંખ્યા 53 જેટલી થઈ ગઈ છે. જેમાં 42થી વધુ વિદ્યાર્થી સહિત કુલ 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

IIMA દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIMAમાં 27 માર્ચે પણ 109 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 26-27 માર્ચે 5 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ પોઝિટિવ આવ્યા હતા. 25 માર્ચે પણ 114 લોકોના ટેસ્ટ થયા હતા. જેમાં 91 RTPCR ટેસ્ટ હતા. તેમાં 10 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચો : હુ રોટલી બનાવુ તો રવિન્દ્રસિંહ ચા બનાવીને મારી મદદ કરે છે : રિવાબા જાડેજા

કોરોના વાયરસના કેર વચ્ચે દેશમાં રસીકરણ ચાલુ છે. અત્યાર સુધીમાં 6 કરોડ (6,11,13,354) થી વધુ કોરોના વાયરસની રસી લગાવાઈ છે. છેલ્લા 24 કલાકમાં 5,82,919 રસી આવી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 57,82,665 નો ડોઝ છે. દેશમાં કુલ 6,11,13,354 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ના જણાવ્યા અનુસાર, ગઈકાલ સુધી ભારતમાં કોરોના વાયરસના કુલ 24,26,50,025 નમૂનાઓ પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલે 7,85,864 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોના અટકાવવામાં પરીક્ષણની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને વધુને વધુ લોકોની કસોટી થવી જોઈએ.

આ પણ વાંચો :રાજકોટમાં Jet ગતિએ સ્પોર્ટ્સ બાઇક ચલાવતા શખ્શે અનેક લોકોને લીધા અડફેટે