Not Set/ રક્ષામંત્રી રાજનાથ સિંહનાં કાફલા સામે આવી આ શખ્સે કરી માંગ

આજે રક્ષામંત્રી રાજનાથ સિંહનો કાફલો સંસદમાં પહોંચ્યો હતો. જ્યા અચાનક એક વ્યક્તિ કાફલાની સામે આલી ગયો હતો. આ માણસે કહ્યું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગે છે. જો કે પોલીસે તે વ્યક્તિને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધો હતો. હજુ સુધી તે વ્યક્તિની ઓળખ બહાર આવી નથી. #WATCH Delhi: A man came in front of […]

Top Stories India
Rajnath Singh1 રક્ષામંત્રી રાજનાથ સિંહનાં કાફલા સામે આવી આ શખ્સે કરી માંગ

આજે રક્ષામંત્રી રાજનાથ સિંહનો કાફલો સંસદમાં પહોંચ્યો હતો. જ્યા અચાનક એક વ્યક્તિ કાફલાની સામે આલી ગયો હતો. આ માણસે કહ્યું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગે છે. જો કે પોલીસે તે વ્યક્તિને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધો હતો. હજુ સુધી તે વ્યક્તિની ઓળખ બહાર આવી નથી.

બીજી તરફ, તાજેતરમાં જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં ઘરે સાત લોકો કાર લઇને ઘૂસી ગયા હતા. હાલમાં પ્રિયંકા ગાંધીની સુરક્ષા સીઆરપીએફની જવાબદારી છે. સીઆરપીએફની સુરક્ષા બાદ પણ એક કારમાં સવાર સાત લોકો તેમના ઘરે ઘૂસી ગયા હતા. આ બધું વાડ્રા એસ્ટેટમાં પ્રિયંકા ગાંધી વાડ્રાનાં ઘરે બન્યું છે. આ લોકો કોઇપણ પ્રકારની જાણકારી વિના આ લોકો તેમના ઘરે ઘૂસી ગયા હતા.

આ પછી, આ લોકો પ્રિયંકા ગાંધી પાસે ગયા અને ફોટોગ્રાફ પડાવવા માટે કહ્યું. ત્યારબાદ જ્યારે પ્રિયંકાએ તેમને પૂછ્યું કે તે લોકો કોણ છે અને કયાથી આવે છે, ત્યારે તેમણે કહ્યું કે તે બધા તેમના ફેન છે. હાલમાં પ્રિયંકા ગાંધીની ઓફિસે સીઆરપીએફમાં આ વિશે ફરિયાદ નોંધાવી છે. અહેવાલો અનુસાર, કાર પ્રિયંકાનાં બગીચાની નજીકથી મળી હતી. તેમાં ત્રણ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક છોકરી હતી. પ્રિયંકાએ તેમને ચા નાસ્તો કરાવ્યો અને પછી તેમની વિદાઇ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.