Political/ ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલ મળી શકે છે સસ્તું! આજની બેઠકમાં CM યોગી લઇ શકે છે આ નિર્ણય

ઉત્તર પ્રદેશનાં લોકો ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો જોઈ શકે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સાંજે 5.30 વાગ્યે તેમના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.

Top Stories India
યુપીમાં પેટ્રોલ સસ્તુ

ઉત્તર પ્રદેશનાં લોકો ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો જોઈ શકે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સાંજે 5.30 વાગ્યે તેમના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પરનાં VAT અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર વેટ ઘટાડીને પેટ્રોલ અને ડીઝલનાં વધેલા ભાવમાં સામાન્ય માણસને રાહત આપી શકે છે. જો આમ થશે તો મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે મોટી રાહત થશે.

પેટ્રોલ મળશે સસ્તુ

આ પણ વાંચો – Political / UP માં ચૂંટણીની તૈયારીઓ શરૂ? યોગી સરકાર આપી 28 લાખ કર્મચારીઓને Gift

આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ સહિત દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં આ સમયે પેટ્રોલનાં ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયા છે, જ્યારે ડીઝલ પણ સદી ફટકારવાની નજીક છે. આવી સ્થિતિમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જો યોગી સરકાર તેમાં VAT નાં દરો ઘટાડશે તો સામાન્ય જનતાને ચોક્કસ રાહત મળશે. આપને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભારે વધારો થયો છે, જેના કારણે સરકાર હવે લોકોનાં નિશાના હેઠળ આવી રહી છે. મંગળવારે જ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે તેમની સરકાર તેલની કિંમતો ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં લાગેલી આગએ સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ મુજબ, દિલ્હીમાં પેટ્રોલની પમ્પ કિંમત 35 પૈસા પ્રતિ લીટર વધીને 108.29 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત પણ આ જ માર્જિનથી વધીને 97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ગયા અઠવાડિયે સોમવાર અને મંગળવારે ઇંધણનાં ભાવ સ્થિર રહ્યા હતા, પરંતુ બુધવાર અને રવિવાર વચ્ચે સતત પાંચ દિવસ સુધી ફરી વધતા પહેલા સતત ચાર દિવસ સુધી 35 પૈસા પ્રતિ લીટર વધ્યા હતા.

પેટ્રોલ મળશે સસ્તુ

આ પણ વાંચો – મોટું નિવેદન / નરેન્દ્ર મોદી સત્તાથી દૂર થઈ જશે એવા ભ્રમમાં ન રહેશો,ભાજપ દાયકાઓ સુધી મજબૂત રહેશે : પ્રશાંત કિશોર

ઉલ્લેખનીય છે કે, આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે, જે બાદ તેલનાં ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આજે ડીઝલનાં ભાવમાં 33 થી 37 પૈસા જ્યારે પેટ્રોલનાં ભાવમાં 30થી 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે રવિવારે પણ પેટ્રોલમાં 35-35 પૈસા અને ડીઝલમાં 34-38 પૈસાનો વધારો જોવા મળ્યો હતો. હાલમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે જેના કારણે સામાન્ય માણસ પરેશાન છે.