ગુજરાત/ સોમનાથ દર્શને આવતા યાત્રીકો સાથે સંસ્કૃતિ અનુસાર વ્યવહાર કરાશે

સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી વતી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવ્યું કે સોમનાથ ટુરીસ્ટ ફેસેલીટી ઓડીટોરીયમ ખાતે આ તાલીમ કાર્યરત થઈ છે.

Gujarat
Untitled 48 1 સોમનાથ દર્શને આવતા યાત્રીકો સાથે સંસ્કૃતિ અનુસાર વ્યવહાર કરાશે

વિશ્ર્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનુ મંદિર રાષ્ટ્ર આઇકોનિક હોઇ અને દેશ વિશ્ર્વના યાત્રિકો પ્રવાસીઓ સોમનાથ આવતા જતા રહેતા હોય જેથી ગુજરાત ટુરીઝમ અને સ્ટેટ ઇન્સ્ટીટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ સિધ્ધપુર તથા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી મંદિર ના સ્ટાફને તાલીમ બધ્ધ કરાઇ રહ્યો છે. ગુજરાત ટુરીઝમ ના આસી પ્રોફેસર રજત કટિયાર તેમજ તનીષ ગોસ્વામીજીએ જણાવ્યું કે અમે લોકો પર્સનાલિટી ડેવલપમેન્ટ ટ્રેનીંગ આપી રહ્યા છીએ જે તા. 10 થી 14 ફેબ્રુઆરી સુધી ચાલશે.

આ પણ વાંચો:સૌથી મોટું કૌભાંડ! / ABG શિપયાર્ડે 22,842 કરોડની 28 બેંકો સાથે કરી છેતરપિંડી, CBIએ નોંધી FIR

આ અંગે અમારું અને ટ્રસ્ટ નુ મુખ્ય લક્ષ્ય એ છે કે સોમનાથ મહાદેવ ના દર્શન કરવા દુનિયાભરના લોકો અહીં આવે છે ત્યારે શ્રધ્ધાળુઓ સાથે કેમ વાત કરવી પોષ વેવેશભૂષા ની કઇ કાળજી રાખવી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કે સમસ્યા ઉકેલવા અલગ અલગ દેશ પ્રાંતના લોકો સાથે બોલવા ચાલવા હાવભાવ તેની સંસ્કૃતિ અનુરૂપ વ્યવહાર કરવો. તેની સાયનાટીફીક પ્રોફેશનલ અને ઉચ્ચ કક્ષાની તાલીમ અપાઈ રહી છે સાથે એ પણ જણાવીયે છીએ કે અહીં આવતાં યાત્રિકો સારી છાપ લઇ ને જાય તે શ્રેષ્ઠતા છે તાલીમ લેનાર સ્ટાફ આ પરિક્ષેત્રની ઈમેજ બનાવવામાં બહુજ મોટો ભાગ ભજવી શકે છે.

આ પણ  વાંચો:સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગ નો સપાટો /  સતત બીજા દિવસે પણ 1 કરોડ ની ખનીજ ચોરી ઝડપી લેવાઈ..

સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી વતી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવ્યું કે સોમનાથ ટુરીસ્ટ ફેસેલીટી ઓડીટોરીયમ ખાતે આ તાલીમ કાર્યરત થઈ છે. જેમાં ટ્રસ્ટના ઓફિસ સ્ટાફ હોસ્પીટાલીટી સ્ટાફ મંદિર પરિસર સ્ટાફ સહિત 110 જેટલા કર્મચારીઓ અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે જેનો સમય સવારે 9 થી 12 અને સાંજે 4થી 7 છે.