Cricket/ IPL માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને મળી શકે છે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવાની તક

IPL 2021 માં શાનદાર પ્રદર્શન કરનારા ઋતુરાજ ગાયકવાડ, હર્ષલ પટેલ, અવેશ ખાન જેવા ખેલાડીઓને BCCI અજમાવી શકે છે. T20 સીરીઝ બાદ ભારતે પણ કિવિ ટીમ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે.

Sports
IPL નું શ્રેષ્ઠ પ્રદર્શન

T20 વર્લ્ડકપ પછી તુરંત જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની T20 સીરીઝ રમવાની છે. અહેવાલો અનુસાર, બાયો-બબલનાં થાકને ધ્યાનમાં રાખીને, ટીમ ઈન્ડિયાનાં ઘણા સિનિયર ખેલાડીઓને આ સીરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે, જેમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીનાં નામ નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે.

IPL નું શ્રેષ્ઠ પ્રદર્શન

આ પણ વાંચો – Cricket / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા પર ટીમ ઈન્ડિયાની નવી જર્સી જોવા મળી, Video

આ સીરીઝમાં, IPL 2021 માં શાનદાર પ્રદર્શન કરનારા ઋતુરાજ ગાયકવાડ, હર્ષલ પટેલ, અવેશ ખાન જેવા ખેલાડીઓને BCCI અજમાવી શકે છે. T20 સીરીઝ બાદ ભારતે પણ કિવિ ટીમ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. આ ઘટનાક્રમોથી વાકેફ પસંદગી સમિતિનાં એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “મોટાભાગનાં ભારતીય ખેલાડીઓ, વરિષ્ઠ ખેલાડીઓ છેલ્લા ચાર મહિનામાં સતત ત્રણ ‘બાયો-બબલ્સ’માં હતા. સંભવ છે કે T​​-20 વર્લ્ડકપ પછી, તમે ડિસેમ્બરનાં અંતમાં શરૂ થનારી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા તેમને આરામ અને ફ્રેશ કરવા માંગશો. કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ-કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ જેવા ટોચનાં ભારતીય ખેલાડીઓ જૂનમાં સાઉથેમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆતથી ‘બાયો-બબલ’માં રહ્યા છે. આમાંથી, ઈંગ્લેન્ડમાં બાયો-બબલ વાતાવરણ ઘણું ઓછું પ્રતિબંધિત હતું, જેના કારણે ભારતીય શિબિરમાં COVID-19 નાં કેસોને કારણે માન્ચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ રદ કરવામાં આવી હતી.

IPL નું શ્રેષ્ઠ પ્રદર્શન

આ પણ વાંચો – World Cup / વર્લ્ડકપમાં ભારત સામે 12 વાર હાર્યા બાદ પણ પાકિસ્તાનનું નથી તૂટી રહ્યું ઘમંડ, બાબરે શું કર્યો મોટો દાવો ?

કોહલી, બુમરાહ અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવશે તે પહેલાથી જ નક્કી છે. વળી રોહિત પણ ઈંગ્લેન્ડની વિરુદ્ધ ઘરઆંગણાની સીરીઝ બાદથી સતત રમી રહ્યો છે, તેને પણ આરામની જરૂર હશે, પરંતુ કોહલીએ T20 કેપ્ટન પદ છોડ્યા બાદ ટીમ મેનેજમેન્ટ પરિસ્થિતિને કેવી રીતે હલ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. આ સીરીઝ માટે ઋતુરાજ ગાયકવાડ, હર્ષલ પટેલ, અવેશ ખાન અને વેંકટેશ અય્યરને અજમાવી શકાય છે. આ ખેલાડીઓએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની UAE એડિશનમાં પોતાના પ્રદર્શનથી ઘણા પ્રભાવિત કર્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરીઝની પ્રથમ મેચ 17 નવેમ્બરે રમાશે, જ્યારે બીજી મેચ 19 નવેમ્બરે અને અંતિમ મેચ 21 નવેમ્બરે રમાશે. આ પછી, પ્રથમ ટેસ્ટ 25 નવેમ્બરથી અને બીજી ટેસ્ટ 3 ડિસેમ્બરથી શરૂ થશે.