Not Set/ PM મોદી સાઉદી અરેબિયા પહોંચ્યા, એરપોર્ટ પર રોયલ આર્મીએ ‘ગાર્ડ ઓફ ઓનર’ આપી સમ્માનિત કર્યા

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમની બે દિવસીય મુલાકાત માટે સાઉદી અરેબિયાના રિયાદ શહેર પહોંચી ગયા છે. રિયાધ પહોંચ્યા બાદ કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને રોયલ આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી સાઉદી રાજા […]

Top Stories World
મોદી 1 PM મોદી સાઉદી અરેબિયા પહોંચ્યા, એરપોર્ટ પર રોયલ આર્મીએ 'ગાર્ડ ઓફ ઓનર’ આપી સમ્માનિત કર્યા

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમની બે દિવસીય મુલાકાત માટે સાઉદી અરેબિયાના રિયાદ શહેર પહોંચી ગયા છે. રિયાધ પહોંચ્યા બાદ કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને રોયલ આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી સાઉદી રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદના આમંત્રણ પર તેમની બે દિવસીય મુલાકાત પર અહીં પહોંચ્યા છે.

રિયાધ પહોંચ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, ‘હું સાઉદી અરેબિયા પહોંચી ગયો છું, એક મહત્વપૂર્ણ પ્રવાસની શરૂઆત જેનો હેતુ નજીકના મિત્રો સાથેના સંબંધોને મજબૂત બનાવવાનો છે. હું આ યાત્રા દરમિયાન ઘણા કાર્યક્રમોમાં હાજરી આપીશ. ‘ ‘ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ ફોરમ’માં પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન ‘વોટ્સ નેક્સ્ટ ફોર ઇન્ડિયા’ વિષે એક મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપશે.

અરબની મુલાકાત માટે જતા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘હું સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળીશ અને દ્વિપક્ષીય સહકારના વિવિધ મુદ્દાઓ અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરીશ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.