દિલ્હી/ અમેરિકાની યાત્રા પૂર્ણ કરી સ્વદેશ પહોંચ્યા PM મોદી, જે.પી નડ્ડાએ કર્યું સ્વગત

પીએમ મોદીની વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું છે. પીએમ મોદીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર BJP અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે ભાજપના…

Top Stories India
પીએમ મોદી

પીએમ મોદી તેમની અમેરિકાની ત્રણ દિવસની યાત્રા પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા છે. જણાવીએ કે પીએમ મોદી  ની વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું છે. પીએમ મોદીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર BJP અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે ભાજપના તમામ કાર્યકર્તા પહોંચ્યા છે.

આ પણ વાંચો : કેનેડાએ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો

આપને જણાવી દઈએ કે, એરપોટની બહાર પીએમ મોદીના સ્વાગતમાં લોકો નાચના, ગાતા અને નારા લગાવતા જોવા મળ્યા છે. દેશના અલગ અલગ રાજ્યના લોકો અહીં પીએમ મોદીના સ્વાગત માટે પરંપરાગત પરિધાન અને બાધ્ય યંત્રોની સાથે એરપોર્ટ પહોંચ્યા છે.

આ પણ વાંચો :ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ખેલાડીએ ટ્વિટર કરી આપી માહિતી

મહત્વનું છે કે કોરોના મહામારી બાદ એશિયાની બહાર પીએમ મોદી ની આ પ્રથમ યાત્રા હતી. જે ભારતના સબંધોની નવી શરૂઆત લઈને આવ્યા છે.આ પ્રવાસમાં પીએમે મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી, અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળ્યા. આ સાથે જાપાન અને ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે મુલાકાત કરી. ચાર દેશોના જૂથે ક્વાડની બેઠકમાં ભાગ લીધો હતો. આ સિવાય તેઓ અમેરિકાના ટોચના સીઈઓને પણ મળ્યા હતા.

પીએમ મોદી તેમના અમેરિકાના સફળ પ્રવાસથી તેમની સાથે 157 પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ લાવ્યા છે . અમેરિકાએ પ્રધાનમંત્રી સમક્ષ આ કલાકૃતિઓ અને વસ્તુઓ રજૂ કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આમાંની મોટાભાગની કલાકૃતિઓ અને વસ્તુઓ 11 મીથી 14 મી સદીની છે.

પીએમઓએ કહ્યું કે પીએમ મોદીએ આ કલાકૃતિઓ પરત કરવા બદલ અમેરિકાનો આભાર માન્યો હતો. તેમના મતે, પીએમ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ચોરી, ગેરકાયદે વેપાર અને સાંસ્કૃતિક ચીજોની દાણચોરી રોકવાના પ્રયાસોને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 28,326 કેસ, Active કેસ 1 ટકાથી પણ ઓછા

પીએમ મોદીએ ભારત પરત ફરતા પહેલા કર્યું ટ્વિટ 

પીએમ મોદી એ ભારત પરત ફરતા પહેલા ટ્વીટ કરીને તેમની અમેરિકાની મુલાકાતની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્પાદક દ્વિપક્ષીય અને બહુપક્ષીય જોડાણ, સીઈઓ સાથે વાતચીત અને સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણો અત્યંત મહત્વપૂર્ણ હતા. મને વિશ્વાસ છે કે ભારત અને અમેરિકાના સંબંધો આગામી વર્ષોમાં વધુ મજબૂત બનશે.