Not Set/ પીએમ મોદીએ જલ જીવન મિશન મોબાઇલ એપ લોન્ચ કરી,પીપળીયાનાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો

આ એપ લોન્ચ કર્યા બાદ પીએમ મોદીએ પીપળીયાનાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો ,આ ગામના સરપંચ રમેશ પટેલ સાથે પીએમ મોદીએ સીધો સંવાદ કર્યો હતો

Top Stories
launch app પીએમ મોદીએ જલ જીવન મિશન મોબાઇલ એપ લોન્ચ કરી,પીપળીયાનાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે જલ જીવન મિશન અને રાષ્ટ્રીય જલ જીવન કોશની મોબાઇલ એપ લોન્ચ કરી હતી. ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત પણ કરી . પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ વોટર લાઇફ ફંડ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરો, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો પર પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે અને નળ લગાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે 2 ઓક્ટોબરે 11 વાગ્યે તેઓ જળ શક્તિ અને ગ્રામ વિકાસના કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે વાતચીત કરીને તેમને પાણીથી વાકેફ કરશે અને આ મિશનના ફાયદા જણાવશે. આ સાથે જલ જીવન મિશન એપ અને રાષ્ટ્રીય જલ જીવન કોશ પણ શરૂ કરવામાં આવશે.

આ એપ લોન્ચ કર્યા બાદ પીએમ મોદીએ પીપળીયાનાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો ,આ ગામના સરપંચ રમેશ પટેલ સાથે પીએમ મોદીએ સીધો સંવાદ કર્યો હતો. અને તેમની સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જનજીવન મિશનથી સારા પરિણામ આવશે,જો આ યોજનામાં જન ભાગીદારી હશે તો તે યોજના ખુબ સફળ થશે, આ ઉપરાંત પીએમએ ગામમાં પાણીની વ્યવસ્થા અંગે પણ પુછપરછ કરી હતી.

 ઉલ્લેખનીય છે કે  નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2019 માં જલ જીવન મિશનની જાહેરાત કરી હતી. આ મિશનનો ઉદ્દેશ દરેક ઘરમાં પાણી પુરવઠો પૂરો પાડવાનો છે. અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 17 ટકા લોકો પાસે પાણીનો પુરવઠો છે.