Not Set/ ફરી એકવાર આવી શકે PM મોદી ગુજરાત, આ શહેરની આ કારણે લેઇ શકે છે મુલાકાત

બે દિવસ પૂર્વે જ કચ્છનાં મહેમાન બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ફરી એક વખત ગુજરાતનાં પ્રવાસનાં ઉજળા અણસારો જોવામા આવી રહ્યા છે. બીલકુલ સાચું સમજી રહ્યા છો…PM મોદી ફરી એક વખત ગુજરાતની મુલેકાતે આવી શકે છે.

Gujarat Rajkot
modi1 1 ફરી એકવાર આવી શકે PM મોદી ગુજરાત, આ શહેરની આ કારણે લેઇ શકે છે મુલાકાત
  • PM મોદી ફરી એકવાર આવી શકે ગુજરાત
  • જાન્યુઆરીમાં ફરી ગુજરાત આવી શકે PM મોદી
  • રાજકોટ એઇમ્સનું આગામી મહિને ખાતમુર્હૂત
  • સરદારધામ લોકાર્પણ માટે અપાયું આમંત્રણ
  • જાન્યુઆરી માસમાં લોકાર્પણ માટે મંગાયો સમય
  • બંને કાર્યક્ર્મને લઇને PM ફરી આવી શકે છે ગુજરાત

બે દિવસ પૂર્વે જ કચ્છનાં મહેમાન બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ફરી એક વખત ગુજરાતનાં પ્રવાસનાં ઉજળા અણસારો જોવામા આવી રહ્યા છે. બીલકુલ સાચું સમજી રહ્યા છો…PM મોદી ફરી એક વખત ગુજરાતની મુલેકાતે આવી શકે છે.

આગાની મહિને એટલે કે જાન્યુઆરીમાં ફરી PM મોદી માદરે વતન ગુજરાતમાં આવી શકે છે. ગુજરાતમાં PM મોદી આ વખતે સૌરાષ્ટ્રનાં પાટનગર અને પોતે જે શહેરમાંથી પહેલી વખત ચૂંટણી લડી ભારે મતો સાથે ધારસભ્ય પદ્દ હાંસલ કરી ગુજરાતનાં નાથ બન્યા હતા તે રાજકોટ શહેરની મુલાકાત લઇ શકે છે.

આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રની માંગ અને રાજકોટની ભૌગોલિકતાનાં આધારે AIIMs ને મંજૂરી આપવામાં આવી હતી, તો રાજકોટમાં એઇમ્સનું આગામી મહિને ખાતમુર્હૂત છે. સાથે સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમ તૈયાર કરવામાં આવેલ મહાનાયક સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિમાં સરદારધામ પણ નિર્મીત થઇ ગયેલ છે અને સરદારધામનાં લોકાર્પણ માટે પણ PMને આમંત્રણ અપાયું છે. બંને મહત્વ પૂર્ણ કાર્યક્ર્મને લઇને PM ફરી એક વખત ગુજરાત આવશે તેવી ઉજળી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

જુઓ આ વીડિયો અહેવાલ – PM મોદી જાન્યુઆરીમાં ફરી એકવાર આવી શકે છે ગુજરાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…