Not Set/ PM મોદીએ ફ્રાન્સમાં એર ઈન્ડિયાનાં બે પ્લેન ક્રેશનાં દિવંગતોનાં માનમાં બનાવાયેલ સ્મારકને ખુલ્લું મુક્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફ્રાન્સનાં મોન્ટ બ્લેન્ક પર્વતની તળેટીમાં 1950 અને 1966 માં ટુંટી પડેલા એર ઈન્ડિયાનાં બે વિમાનોનાં, ભારતનાં પરમાણુ કાર્યક્રમનાં પિતા તરીકે ગણાતા હોમી ભાભા સહિત અન્ય ઘણા દિવંગત ભારતીય મુસાફરો અને ક્રૂનાં સ્મરણમાં તૈયાર કરવામાં આવેલા એક સ્મારકને ખુલ્લું મુક્યું હતું. PM મોદીએ અહીં યુનેસ્કોનાં વડામથકમાં ભારતીય સમુદાયને સંબોધવાની સાથે વીડિયો […]

Top Stories World
pjimage 10 PM મોદીએ ફ્રાન્સમાં એર ઈન્ડિયાનાં બે પ્લેન ક્રેશનાં દિવંગતોનાં માનમાં બનાવાયેલ સ્મારકને ખુલ્લું મુક્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફ્રાન્સનાં મોન્ટ બ્લેન્ક પર્વતની તળેટીમાં 1950 અને 1966 માં ટુંટી પડેલા એર ઈન્ડિયાનાં બે વિમાનોનાં, ભારતનાં પરમાણુ કાર્યક્રમનાં પિતા તરીકે ગણાતા હોમી ભાભા સહિત અન્ય ઘણા દિવંગત ભારતીય મુસાફરો અને ક્રૂનાં સ્મરણમાં તૈયાર કરવામાં આવેલા એક સ્મારકને ખુલ્લું મુક્યું હતું.

PM મોદીએ અહીં યુનેસ્કોનાં વડામથકમાં ભારતીય સમુદાયને સંબોધવાની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્મારકને ખુલ્લું મુક્યું હતું, PM દ્વારા પોતાનાં સંબોધનમાં જણાવાયું હતું કે, “દુ:ખ સમયે ભારત અને ફ્રાન્સ એકબીજાની સાથે છે. બે એરક્રેશમાં આપણે હોમી ભાભા સહિત ઘણા ભારતીય મુસાફરોને ગુમાવ્યા હતા. જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. આ બંને દેશોના લોકો એકબીજા પ્રત્યેની સહાનુભૂતિનું ઉદાહરણ છે”

આપને જણાવી દઇએ કે, જાન્યુઆરી 1966 માં ફ્રેન્ચ એલ્પ્સમાં માઉન્ટ બ્લેન્ક પર પ્લેનક્રેશમાં ભાભાનું મોત, ભારતની વૈજ્ઞનિક પ્રગતિ માટે એક મોટો ફટકો માનવામાં આવ્યો હતો. 24 મી જાન્યુઆરી, 1966 ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઇટ 101, જેનું નામ કંચનજંગા હતું તે ક્રેશ થતા, આ દુર્ઘટનામાં કુલ 106 મુસાફરો અને 11 ક્રૂનાં મોત નીપજ્યા હતા.

16 વર્ષ પહેલાં એર ઇન્ડિયાની ફ્લાઇટ કંચનજંગાની જેમ માઉન્ટ બ્લેન્ક પર લગભગ સમાન સ્થળે 3 નવેમ્બર, 1950 ના રોજ, એર ઇન્ડિયાની ફ્લાઇટ 245 પણ ક્રેશ થઈ હતી, જેમાં 48 મુસાફરો અને ક્રૂનાં મોત નીપજ્યાં હતાં. ક્રૂ અને મુસાફરોના ભયંકર અવશેષો, બંને એર ઈન્ડિયા વિમાન બરફથી ઢંકાયેલ પર્વતોની ઉંચાઈએથી કદી મેળવી શક્યા નથી.

જુઓ……….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.