ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર/ PM મોદીએ મને સાચો સાબિત કર્યો, હવે શું બોલ્યા PAKના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો?

બિલાવલ ઝરદારી ભુટ્ટોએ કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાચા સાબિત કર્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓએ તેમના માથા પર ઇનામ આપવાની જાહેરાત કરી છે.

Top Stories World
બિલાવલ

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ઝરદારીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદીની પાર્ટી દ્વારા ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. ઝરદારીએ કહ્યું કે ભારત સરકાર ગુજરાતના મુસ્લિમો પર ખૂબ અત્યાચાર કરી રહી છે.

બિલાવલ ઝરદારી ભુટ્ટોએ કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાચા સાબિત કર્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓએ તેમના માથા પર ઇનામ આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ અગાઉ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત પ્રહારો કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરની ઠપકોથી ગુસ્સે થયેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાને વડાપ્રધાન મોદી પર અપમાનજનક ટિપ્પણી કરી અને તેમને ‘ગુજરાતનો કસાઈ’ ગણાવ્યા. બિલાવલ ભુટ્ટોએ એક વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે પરંતુ ‘ગુજરાતનો કસાઈ’ હજુ પણ જીવિત છે અને ભારતના વડાપ્રધાન છે.

બિલાવલ ભુટ્ટોના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે કહ્યું કે પાકિસ્તાનીઓ પાસેથી ભારતની અપેક્ષાઓ ક્યારેય વધારે નથી. જયશંકરે એક કોન્ક્લેવ દરમિયાન કહ્યું હતું કે અમારા મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમે તેમના વિદેશ પ્રધાન વિશે શું વિચારીએ છીએ.

આ પણ વાંચો:આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજમહેલને 1 કરોડથી વધુની નોટિસ મોકલી, જાણો શું છે કારણ

આ પણ વાંચો:ઘેલા સોમનાથ મંદિરની અંદર જળાભિષેક કરવા માટેનો ચાર્જ વધતા ભક્તજનોમાં નારાજગી

આ પણ વાંચો:ઠંડીનું પ્રમાણ નહિવત હોવાને કારણે ખેડૂતોની વધી ચિંતા, મોટા પ્રમાણમાં ઘઉં રાયડો બટાટા જેવા પાકનું વાવેતર