summit/ ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુલ સમિટનું  આયોજન, બંને દેશના PM  દ્વારા  ચિલ્હટી-હલ્દીબાડી રેલ્વે લિન્કનું ઉદ્ધાટન

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસિનાએ ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુલ સમિટનું  આયોજન કર્યુ હતું . જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.  

Top Stories India
ધીંગા ગવર 14 ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુલ સમિટનું  આયોજન, બંને દેશના PM  દ્વારા  ચિલ્હટી-હલ્દીબાડી રેલ્વે લિન્કનું ઉદ્ધાટન

બાંગ્લાદેશ વર્ષ 1971ના યુદ્ધમાં મળેલી જીતની 50મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે.  ત્યારે આ પ્રસંગે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી ઉપસ્થિત રહ્યાં હતાં.  આ પ્રસંગે પીએમ મોદીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષથી બંધ રહેલી રેલવે લિન્કને ફરી શરૂ કરીને બંને દેશ વચ્ચેના સંબંધો મજબુત કરવાનો પ્રયાસ કર્યો હતો.

બાંગ્લાદેશ વર્ષ 1971ના યુદ્ધમાં મળેલી  જીતની 50મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે.  જેને લઈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસિનાએ ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુલ સમિટનું  આયોજન કર્યુ હતું . જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.  આ પ્રસંગે બંને દેશના પ્રધાનમંત્રીઓએ સંયુક્ત રૂપથી ચિલ્હટી-હલ્દીબાડી રેલ્વે લિન્કનું ઉદ્ધાટન કર્યું હતું.  તેની સાથે જ વર્ષ 1965થી બંધ થયેલી 6 માંથી 5 રેલવે લિંક ફરીથી શરૂ થઈ જશે.

શું છે ચિલ્હટી-હલ્દીબાડી લિંક ?

તો ચિલ્હટી-હલ્દીવાડી રેલવે લિંક ભારત અને બાંગ્લાદેશની વચ્ચે છે જે ફરીથી શરૂ કરવામાં આવી રહી છે.  આ લિંક ભારત-પાકિસ્તાનની વચ્ચે થયેલી 1965ની લડાઈ સમયે બંધ હતી..  આ લિંક ફરી શરૂ થવાથી બાંગ્લાદેશથી આસામ., બંગાળની વચ્ચે કનેક્ટિવિટી વધુ સુગમ થઈ શકશે.  શરૂઆતમાં આ લિંકનો ઉપયોગ માલ-સામાનની હેરફેર માટે કરાશે.

  • ભારત અને બાંગ્લાદેશની વચ્ચે છે ચિલહટી-હલ્દીવાડી રેલવે લિંક
  • 1965માં ભારત-પાક. વચ્ચેની લડાઈ સમયે રેલવે લિંક બંધ હતી
  • લિંક ફરી શરૂ થવાથી બાંગ્લાદેશથી આસામ અને બંગાળની વચ્ચે કનેક્ટિવિટી વધુ સુગમ થશે
  • શરૂઆતમાં લિંકનો ઉપયોગ માલ-સામાનની હેરફેર માટે કરાશે

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસિનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમણે કોરોના સામેની લડાઈમાં ખુબ જ હિંમત દાખવી છે. કોરોના કાળમાં આરોગ્યની સેવાઓની બાબતમાં બંને દેશો વચ્ચે ખુબ સારો સહયોગ રહ્યો.  વેક્સિનને લઈને ભારત, બાંગ્લાદેશની દરેક શક્ય મદદ કરશે.  પાડોશી પહેલાંની નીતિનું બાંગ્લાદેશ મહત્વનો ભાગ રહ્યું છે.

બંને નેતાઓએ બગબંધુ-બાપુ ડિઝિટલી પ્રદર્શનનું પણ ઉદ્ધાટન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું આ મારા માટે ગૌરવની બાબત છે. મે મહાત્મા ગાંધી અને શેખ મુઝિબુરહેમાન પર બનેલી ડિજિટલી પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું.  બંને દેશોનાં યુવાઓ આ મહાન મહાપુરૂષો માંથી પ્રેરણા લેતા રહેશે. આ પ્રસંગે શેખ હસિનાએ પણ વર્ષ 1971ની જંગમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું ભારતની સરકાર અને લોકોની આભારી છુ જના સહયોગથી અમને આઝાદી મળી.

ભારતની વિદેશ નીતિને વધુ મજબુત કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ ‘પાડોશી પહેલા’ની નીતિ અપનાવી છે. પાકિસ્તાન અને ચીન જેવા પાડોશી દેશોએ ભારતની સાથે સંબંધો ખરાબ કર્યા છે.  ત્યારે ભારતનો પ્રયાસ રહેશે કે બાંગ્લાદેશ જેવા પાડોશી દેશનું વલણ હંમેશા ભારત તરફી રહે.

બ્યૂરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ

AMC: વેજીટેબલ્સ ઓન વ્હીલના રૂપાળા નામ હેઠળ ખરીદવામાં આવેલી રિક્ષા…

#coronavaccine / વિશ્વના ઘણા દેશોમાં રસીકરણ ચાલુ, પરંતુ આ અહેવાલો ડરાવે છે, જ…

Corona Virus / મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ : ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન ક…

omg / 16 કરોડનું એક ઈન્જેક્શન..! બ્રિટનના 8 સપ્તાહનું બાળક પીડાય છ…