Britain- India/ પીએમ મોદીએ યુકેના વડાપ્રધાન ઋષિ સુનક સાથે કરી વાત, કહ્યું- સાથે મળીને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના પીએમ ઋષિ સુનક સાથે વાત કરી હતી. સાથે જ કહ્યું કે આપણે બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરીશું

Top Stories India Others
1 183 પીએમ મોદીએ યુકેના વડાપ્રધાન ઋષિ સુનક સાથે કરી વાત, કહ્યું- સાથે મળીને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના પીએમ ઋષિ સુનક સાથે વાત કરી હતી. સાથે જ કહ્યું કે આપણે બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરીશું. તેમણે ટ્વીટ કર્યું કે, “ઋષિ સુનકને આજે UK PM તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન. અમે અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરીશું. અમે વ્યાપક અને સંતુલિત FTA પર પહોંચવાના મહત્વ પર સંમત થયા છીએ.

યુકેના પીએમ ઋષિ સુનકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કર્યું, કે “યુકે અને ભારતમાં ઘણું સામ્ય છે. અમે અમારા સુરક્ષા, સંરક્ષણ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવીશું, આપણા બે મહાન લોકશાહી દેશ શું કરી શકે તે અંગે હું ઉત્સાહિત છું.”

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોમવારે (24 ઓક્ટોબર) ઋષિ સુનકને ટૅગ કરીને ટ્વીટ કર્યું હતું કે, “બ્રિટનના વડાપ્રધાન બનવા, વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા અને 2030ના રોડમેપને લાગુ કરવા બદલ તમને હૃદયપૂર્વક અભિનંદન. મને આશા છે. આપણે આપણા ઐતિહાસિક સંબંધોને આધુનિક ભાગીદારીમાં રૂપાંતરિત કરતા બ્રિટિશ ભારતીયોને દિવાળીની વિશેષ શુભેચ્છાઓ.”