Ukraine Russia War/ PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી, 50 મિનિટ સુધી યુક્રેન સંકટ પર ચર્ચા

યુક્રેન પર રશિયાના હુમલાના 11માં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદી અને પુતિન વચ્ચે યુક્રેન સંકટને લઈને લગભગ 50 મિનિટ સુધી વાતચીત થઈ.

Top Stories India
PM_

યુક્રેન પર રશિયાના હુમલાના 11માં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદી અને પુતિન વચ્ચે યુક્રેન સંકટને લઈને લગભગ 50 મિનિટ સુધી વાતચીત થઈ. આ દરમિયાન પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી વાતચીત વિશે જાણકારી આપી હતી. ભારત સરકારના સૂત્રોએ આ માહિતી આપી છે.

આ પણ વાંચો: ચૂંટણી પરિણામો પહેલા કેપ્ટન અમરિન્દર અમિત શાહને મળ્યા, પંજાબ વિશે આપ્યું આ નિવેદન

ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, વાતચીત દરમિયાન, પીએમ મોદીએ પુતિનને બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે સીધી વાત કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ યુદ્ધવિરામની ઘોષણા કરવા અને લોકોને બહાર કાઢવા માટે સુમી સહિત યુક્રેનના ઘણા ભાગોમાં માનવતાવાદી કોરિડોર બનાવવા માટે રશિયાની પ્રશંસા પણ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પુતિન સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાના મુદ્દાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પુતિને પીએમ મોદીને નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર માટે શક્ય તમામ સહયોગની ખાતરી આપી છે.

પીએમ મોદી સાથે ઝેલેન્સકીની શું વાત થઈ?

રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરતા પહેલા પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ ફોન પર વાત કરી હતી. આ દરમિયાન, તેમણે યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં સહયોગ માટે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનો આભાર માન્યો. સૂત્રોએ જણાવ્યું હતું કે, “35 મિનિટની ટેલિફોનિક વાતચીત દરમિયાન, બંને નેતાઓએ યુક્રેનમાં વિકસતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને વડાપ્રધાન મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો હતો.”

રશિયાએ 24 ફેબ્રુઆરીએ કિવ પર સૈન્ય આક્રમણ શરૂ કર્યું ત્યારથી યુક્રેનિયન નેતા સાથે મોદીની આ બીજી વાતચીત હતી. પ્રથમ વાતચીત 26 ફેબ્રુઆરીએ થઈ હતી.

આ પણ વાંચો: નવાબ મલિકની ED કસ્ટડી પૂર્ણ, કોર્ટે હવે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

આ પણ વાંચો:માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસી, તો સહ આરોપીને આજીવન કેદની સજા